જામખડી દૂધ મંડળીની સાધારણ સભામાં હંગામો એજન્ડા મુજબ કાર્યવાહી ન થઇ હોવાનો આક્ષેપ

News 16
0
સોનગઢ તાલુકાના જામખડી ગામે દૂધ ઉત્પાદક મંડળી ની શુક્રવારે યોજાયેલી સાધારણ સભામાં પદાધિકારીઓ દ્વારા એજન્ડા પ્રમાણે કાર્યવાહી કરવામાં નથી આવતી. એવા આક્ષેપ સાથે સભાસદો એ હંગામો મચાવ્યો હતો.આ અંગે મંડળીના સભાસદોએ તાપી જિલ્લા રજીસ્ટ્રારનેે અરજી આપી તપાસની માગ કરી હતી.

સોનગઢના જામખડી ગામે ચાલતી દૂધ ઉત્પાદક સહકારી મંડળી સુમુલ ડેરી સાથે જોડાયેલી છે અને ગામના પશુપાલકો મંડળીમાં દૂધ ભરી આજીવિકા મેળવે છે. દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા 16મી સપ્ટેમ્બર શુક્રવારે સવારે યોજવામાં આવી હતી. જો કે આ સભાના એજન્ડા નિયમ પ્રમાણે આગળથી આપવાના બદલે બે દિવસ પહેલાં જ આપવામાં આવ્યાં હતાં.

શુક્રવારે સવારે વાર્ષિક સાધારણ સભામાં સુમુલ ડેરીનો કોઈ પ્રતિનિધિ ઉપસ્થિત ન હોવાની બાબતે સભાસદોએ વાંધો લેતા મંડળી સંચાલકોએ એમની શુ જરૂર છે એવો જવાબ આપ્યો હતો. એ સાથે જ નિયમ પ્રમાણે સભાના અધ્યક્ષની નિમણૂંક પણ કરવામાં આવી ન હતી અને મંત્રી સીધા ઠરાવોનું વાંચન શરૂ કરી દીધું હતું જે ખરેખર યોગ્ય નથી નો સુર સભાસદો એ વ્યક્ત કર્યો હતો.

સાધારણ સભા દરમિયાન સભ્યોએ મંડળીના વેપાર પત્રક જોવા માંગતા એ પણ જોવા આપવામાં આવ્યા ન હતાં જેથી સભ્યોએ હંગામો કરતાં વાત બગડી ગઈ હતી અને આ ધમાલ વચ્ચે સભામાં ચર્ચા કરવા આવેલાં સભાસદો ઘરે ચાલી ગયા હતાં જેથી આ સભામાં એજન્ડા પ્રમાણેનું કોઈ કામ થયું નથી. સભા કાર્યવાહી વગર જ પુરી થઈ ગઈ હોવાથી મંડળીના સભાસદોને દૂધના ફેટ પ્રમાણેનો ડેરીએ નક્કી કરેલો ભાવ મળતો નથી.

સહિતના અન્ય પ્રશ્નોનો સભાસદોને કોઈ જવાબ મળેલો નથી. આ સંદર્ભે દૂધ મંડળીના નારાજ સભાસદો વ્યારા ખાતે તાપી જિલ્લા રજિસ્ટ્રારને મળી એક લેખિત અરજી આપી દૂધ મંડળીના કારભારની તપાસ કરવાની માગ કરી હતી અને સભાસદોના પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ દૂધ મંડળી અને સભાસદોને તરફેણમાં કરવા આગામી સમયમાં આવો હંગામો જોવા મળવાની સંભાવના છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top