માંડળ: કરોડોનો ટોલ ઉઘરાવતા માંડળનાકા પાસેના ખાડાએ યુવકનો ભોગ લીધો

0
સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર માંડળ ટોલનાકા નજીક હાઇવે પર પડેલાં ખાડા ના કારણે એક વેપારીની મોપેડ હાઇવે પર સ્લીપ થઈ ગઈ હતી.આ જ વખતે પાછળ થી આવતાં એક વાહન ના ચાલકે કચડી નાંખતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું.આમ હાઇવે ઓથોરિટી અને સોમા કંપની ના પાપે એક નિર્દોષ વ્યક્તિ એ પોતાનો જાન ગુમાવ્યો હતો. અકસ્માત અંગે સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ બારડોલી ના આરટીઓ પાસે રણુજા નગરમાં રહેતાં શકુર ભાઈ સોમા ભાઈ અણજારા (68) નાનો વેપાર કરી ગુજરાન ચલાવતાં હતાં.



તેઓ ગામડાં માં ફેરી કરી ચીજવસ્તુઓ નું વેચાણ કરતા હતા. રવિવારે સોનગઢ ના બજાર ભરાતો હોવાથી તેઓ પોતાનું મોપેડ લઈ બારડોલી થી સોનગઢ આવવા માટે નીકળ્યા હતાં. તેઓ માંડળ ટોલ નાકુ વટાવી માંડ એકાદ કિલોમીટર દૂર આવેલા કિકાકુઈ ગામ પાસે પહોંચ્યા હતાં ત્યારે તેમની મોપેડનું વ્હીલ હાઇવે પર પડેલા ખાડામાં પડતાં મોપેડ સ્લીપ થઈ ગઈ હતી અને તેઓ રોડ પર ફેંકાઈ ગયા હતાં.

આ જ સમયે પાછળ થી પૂરઝડપે આવેલા એક અજાણ્યા વાહન ના ચાલકે રોડ પર પડેલાં શકુર ભાઈ ના શરીર ને કચડી નાખી નાસી ગયો હતો.આ બનાવમાં શકુર ભાઈ ને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે સોનગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર ભારે રોષ ભભૂક્યો
આ અકસ્માત બાદ તેના ફોટા અને વીડિયો વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં.આ બનાવ ટોલ ઉઘરાવતી સોમા કંપની ની હાઈવે પર ખાડા ન પુરવા ની બેદરકારી ને કારણે બન્યો હોવાનું જણાવી તેમના જવાબદાર લોકો સામે પોલીસ કેસ થવો જોઈએ એવું લોકો એ આક્રોશીત શબ્દો માં લખ્યું હતું.આ ટોલ નાકુ શરૂઆત થી જ વિવાદ માં રહ્યું છે ત્યારે હાઇવે ઓથોરિટીના અધિકારી ઓ પણ યોગ્ય ધ્યાન આપતાં ન હોવાની પણ ફરિયાદ ઉભી થઇ છે.હાલ માં પલસાણા થી ઉચ્છલ સુધી નો હાઇવે ખાડા મય બની ગયો છે ત્યારે હાઇવે ના ખાડા તાકીદે પુરવામાં આવે એ જરૂરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top