સુરતમાં બે ભાઈઓ ચપ્પુ લઈને યુવક પર તૂટી પડ્યા, 25 જેટલા ચપ્પુ ઘા ઘાર્યા, યુવક બચવા તરફડ્યો પણ અંતે ઢળી પડ્યો

0
સુરતમાં શુક્રવારે મોડી રાત્રે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના સગરામપુરામાં એક યુવકની બે ભાઈઓએ ચપ્પુના ઘા અને સળિયાના 20થી વધુ ઘા મારી જાહેરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. સાજીદ રહેમાન શેખની હત્યા કરી મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે ભાઈઓ ફરાર થઇ ગયા હતા. જેમાં હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. અઠવા પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે.



જાહેરમાં એક યુવકની 20 થી 25 ઘા મારી હત્યા કરી
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક જુદા જુદા વિસ્તારોમાંથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ ગત ગત શુક્રવારના રોજ અઠવાપોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા સગરામપુરા વિસ્તારમાં બન્યો હતો. બે સગા ભાઈઓએ મળી જાહેરમાં સાજીદ રહેમાન શેખની 20થી 25 ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ પાસે હત્યા કરનાર બંને ભાઈઓની તમામ વિગતો મળી જવા છતાં આરોપીને પકડવામાં પોલીસને નાકેદમ આવી ગયો હતો. હત્યાના સીસીટીવી હોવા છતાં પોલીસને આરોપી પકડવામાં ચાર દિવસ થયા હતા.



હત્યાના લાઇવ સીસીટીવી
સુરતના સગરામપુરા વિસ્તારમાં ગત શુક્રવારે રાત્રે થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. બે ભાઈઓએ મળી એક યુવકની જાહેરમાં એક પછી એક ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરાતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જે રીતે આ હત્યા કરી રહ્યા છે તેને જોતા બંને ભાઈઓને પોલીસનો કોઈ ડર જ ના હોય તેવું જણાઈ આવી રહ્યું છે. સીસીટીવી સામે આવતા બંને હત્યારાઓએ પોલીસની પેટ્રોલીંગ અને પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે સીસીટીવીના આધારે માંડ માંડ હત્યા કરનાર મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે સગા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હતી
સુરતના સગરામપુરા લોહાર મહોલ્લામાં આલિશાન મંઝિલ નામની ઈમારતમાં રહેતાં સાજીદ રહેમાન શેખ નામના 39 વર્ષિય યુવકની આજ વિસ્તારમાં રહેતા મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે ભાઈઓએ જૂની અદાવતમાં ચપ્પુના ઘા અને સળિયા મારીને હત્યા કરી નાખી હતી.10 મહિના અગાઉની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી.સાજીદ રહેમાન શેખ સાથે અગાઉ 10 મહિના પહેલાં હત્યારા બંને ભાઈ સાથે બબાલ થઈ હતી. દરમિયાન શુક્રવારે હત્યારા મહંમદ ઈરફાન શેખ અને તેના ભાઈ મહંમદ સાજીદ શેખ સગરામપુરા સ્થિત તલાવડી ખાતે પોતાની ચાની દુકાનમાં હતા.જ્યા ફરી ઝઘડો થયા બાદ બંને ભાઈઓએ સાજીદ રહેમાન શેખની જાહેરમાં જ હત્યા કરી નાખી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top