આવેદન પત્ર:વ્યારા સુગરને આપેલી શેરડીનું પેમેન્ટ અપાવવા ખેડૂતોની તંત્રને રજૂઆત

0
તાપી કલેક્ટરને આવેદન પત્ર અપાયું



વ્યારા સુગરના ખેડૂત સભાસદોએ આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી ના નેજા હેઠળ જિલ્લા કલેકટર ને આપ્યું આવેદન આપી ત્રણ જેટલા મુદ્દાઓ જેમાં ખેડૂતોના શેરડીનું પેમેન્ટ ,મજૂરોનું પેમેન્ટ ,ટ્રક માલિકો નું પેમેન્ટ પાંચ દિવસમાં ચુકવણું કરવામાં આવે તેમજ ઉકાઈ પ્રદેશ સહકારી ખાણ ઉદ્યોગ મંડળી કમિટીની બોડી સાથે સહકારી ક્ષેત્ર અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિ ઓ સાથે તાત્કાલિક ધોરણમાં મીટીંગ કરવામાં આવે અને 22/23 માં સુગર ફેક્ટરી ચાલુ કરવા માટે સ્થાનિક ખેડૂતોને તાત્કાલિક ચૂંટણી કરી કમિટી બનાવવામાં આવે એની માંગણી કરાય છે જો ન કરવામાં આવે તો આવનાર દિવસમાં સંગઠન દ્વારા ઉપવાસ રોડ રોકો આંદોલન અને રેલ રોકો આંદોલન સહીત ગાંધી ચિધિયા માર્ગની ચીમકી ઉચ્ચારી હતી.

વ્યારા ખાતે આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી ના નેજા હેઠળ ઉકાઈ પ્રદેશ સહકારી ખાણ ઉદ્યોગ મંડળી વ્યારા સુગરમાં ખેડૂતોના શેરડીનું પેમેન્ટ મજૂરોનું પેમેન્ટ ટ્રક માલિકોનું પેમેન્ટ લેવા તેમજ વ્યારા સુગર બચાવ માટે તાપી જિલ્લા કલેકટર રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુજબ તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો દ્વારા ખેતી કરી જીવન નિર્વાહ ચલાવે છે.

સાથે શેરડીના પાકનું ઉત્પાદન કરી ખેડૂતો સુધીના પાકોને વેચાણ માટે દક્ષિણ ગુજરાતની સુગર વિવિધ ફેક્ટરીઓ નિર્ભર થવું પડતા જેના કારણે વ્યારા નગર ખાતે આવેલી વ્યારા સુગરને ચાલુ કરવા માટે જુદા જુદા આદિવાસી સંગઠન દ્વારા રજૂઆતો કરાય છતાં આદિવાસી ખેડૂતોના અવાજ તરફ ધ્યાન આપવામાં નહીં આવતા જેને લઈને આદિવાસી ખેડૂતોએ આત્માનિર્ભર પર થવાનો નિર્ણય કર્યો હતો.

આજ થી ત્રણ વર્ષ પહેલા ખેડૂતોએ પોતાના પ્રતિનિધી ઓ મૂકી વ્યારા સુગર સ્વૈચ્છિક રીતે શેરડી આપવાની શરૂઆત કરી હતી. તેના ભાગરૂપે ચાલુ વર્ષે વ્યારા સુગરમાં થોડી સધ્ધરતા આવી હતી. જેના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે અંદાજિત 11.000 ટન જેટલી શેરડીનો પીલાણ પણ કર્યો હતો. અને 20.000 ટન જેટલો શેરડીનો જથ્થો અન્ય માટે મોકલી આપીયો હતો. જેનું પેમેન્ટ ત્રણ મહિનાથી અટવાતું હોય તેને ઉકેલ લાવવા રજૂઆત કરાઇ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top