સભ્યપદ:વ્યારામાં વોર્ડ નં 5માં 500થી વધુ લોકોએ ભાજપનું સભ્યપદ લીધું
જુલાઈ 03, 2022
0
તાજેતરમાં વ્યારા નગરના લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવ અને વોર્ડ નં. 5માં નગર સભ્યો વિધિવત રીતે ભાજપમાં જોડાવાની સાથે જ ભાજપમાં સભ્ય નોંધણીની કામગીરી પુરજોશમાં ચાલુ કરી દીધી હતી.વ્યારા લાયન હાર્ટ બ્રિજ પરથી રાજુભાઈ જાદવ અને મોટી સંખ્યામાં 500 યુવાનો દ્વારા સાયકલ રેલી યોજી અને વ્યારાના આંબેડકર ભવનના હોલમાં જિલ્લા પ્રભારી અશોકભાઈ ધોરાજીયા અને જિલ્લા પ્રમુખ જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં 500થી વધુ સભ્યોને બીજેપીના સભ્યપદ અપાવ્યો હતો.
અન્ય ઍપમાં શેર કરો


