28 ઓગસ્ટ સુધીનું જાહેરનામુ:વ્યારામાં દિવસ દરમિયાન ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

0
વ્યારા નગરના વિવિધ માર્ગો ઉપર અવરજવર કરવાના રસ્તે મોટા વાહનો આવી જતા નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હોય જેને લઈને ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે. જેને લઈને તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા વ્યારા નગરમાં સવારે 8 થી સાંજે 20 કલાક સુધી દરમિયાન મોટા વાહનોના પ્રવેશ ન કરે એ માટે જાહેરનામુ બહાર પાડી દેવાયું હતું.


વ્યારા નગરના જૂના બસ સ્ટેન્ડથી મેઇન રોડબજાર થઇ જવાહર ચોકપોલીસ ગેટ સુધી તથા જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે. આ સમય દરમિયાન ઉપરોકત વિસ્તારમાં માલવાહક ભારે વાહનોનો પ્રવેશ થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે. પરિણામે જાહેરજનતાને અવર-જવર કરવામાં પણ હાડમારી વેઠવી પડેછે.

જેને લઇ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી વ્યારા નગરના જુના બસસ્ટેન્ડ થી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં દરરોજ સવારે 8 કલાકથી સાંજે 20 કલાક સુધીના સમય દરમિયાન માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ટ્રેકટર કે અન્ય મોટા વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક સેવાના વાહનો, ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોની અવર જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા.28.8.22 સુધી અમલમાં રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top