ગુજરાતમાંથી સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેડ કવાટર જીનીવા ખાતે તાપી જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણી અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અમરસિંહભાઈ ઝેડ ચૌધરી અને વાલોડ તાલુકાના કોસંબીયા ખાતે રહેતા લાલસીંગભાઇ ગામીત યુ.એન.માં આદિવાસી, દલિત સહિતના વિવિધ સમાજ માટે રજૂઆતો કરશે જે માટે તેઓ રવાના થતા તેમને વિદાય કરવા તમામ સમાજના આગેવાનોએ હાજર રહી વિદાય આપી હતી.
ગુજરાતમાંથી સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેડ ક્વાટર જીનીવા (સ્વિઝરલેન્ડ)માં તા. 04/07/2022થી 08/07/2022 થી પાંચ દિવસ 15મુ આદિવાસીઓના આપેલા અધિકારોની મૂલ્યાંકન અધિવેશનમાં ભારતના આદિવાસીઓના પ્રશ્નો - તેમજ ઉકેલની વાતો આદિવાસી સમનવય મંચ - ભારતના અમરસિંહ ઝેડ. ચૌધરી તથા સામાજિક કાર્યકર્તા લાલસિંગ સી. ગામીત કોસંબિયાં,તા.વાલોડનાઓ સંયુક્ત રાષ્ટ્રમાં બીજી વખત તક મળી હોય ત્યાં ખાસ આદિવાસી, દલિત, શોષિત, મુસ્લિમ સમુદાયો પર માનવ અધિકારોની મુખ્ય વાતો કરશે, જેમાં મુખ્ય 1. આદિવાસી વિસ્તારમાં 5 મુ અને 6 ઠ્ઠા શિડ્યુલ નાં થતા ઉલઘનની રજૂઆત, 2.આદિવાસી વિસ્તારમાં જળ, જમીન, જંગલ સંસાધનની લૂંટની રજૂઆત 3. આદિવાસી વિસ્તારની શિક્ષણ, આરોગ્ય, રોજગારી 4. આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે લોકોને સ્થળાંતરની મુદ્દો 5, આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી, રીતરિવાજ.ની રજૂઆત 6. ભારતની જન ગણનામાં આદિવાસીઓની વસ્તી ગણતરીમાં અલગ કોલમની રજૂઆત 7. બીજી વખત ભારતમાં આદિવાસી પણ છે ની રજૂઆત કરવામાં આવશે. ઉપરોક્ત તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.અને ત્યાં પેપર રજૂ કરવામાં આવશે.
આ પ્રસંગે યુ.એન જવા રવાના થતાં પહેલાં અમરસિંહ ઝેડ. ચૌધરીએ જણાવ્યું કે દુનિયાના આદિવાસી દેશોના પ્રતિનિધિઓ ભારતના આદિવાસીઓના સવાલથી વાકેફ થાય, યુ. એન. કોઈ મદદ કરે એ હેતુથી ભારતના વંચિત સમુદાયની કડવી વાસ્તવિકતા રજૂ કરવા જઈ રહ્યા છે, જેનું અમને દુઃખ છે, પરંતુ એના સિવાય હવે કોઈ રસ્તો દેખાતો નથી,એવું એમણે જણાવ્યું હતું, આ સાથે આ ટીમને શુભેચ્છા આપવા વિવિધ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

