RBIએ વ્યાજ દર ભલે વધાર્યા, ગ્રાહકોને સરકાર કરતા સસ્તી જ લોન મળશે

Study Material
0
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલીસી કમિટીની બેઠક, અણધારી રીતે બે નિયત પોલીસી બેઠક વચ્ચે મળી હતી. દેશમાં અને વિદેશમાં ફુગાવો સતત વધી રહ્યો હતો પણ રિઝર્વ બેન્કે અત્યાર સુધી અર્થતંત્રના વિકાસને મહત્વ આપી વ્યાજ દર વધાર્યા ન હતા. એપ્રિલ 11ના રોજ મળેલી બેઠક સમયે પણ મોંઘવારી કે ફુગાવાનું દબાણ હતું અને હજુ પણ દબાણ છે. એ સમયે પણ અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારે આક્રમક રીતે વધારશે એ નિશ્ચિત હતું અને આજે પણ છે છતાં એ સમયે વ્યાજનો દર સ્થિર રાખવામાં આવ્યો હતો.
આ વખતે ગવર્નર શક્તિકાંત દાસે જોકે સ્વીકાર્યું હતું કે માત્ર એપ્રિલમાં જ નહી પણ અનાજ, ખાધતેલ અને ઇંધણના ઊંચા ભાવના કારણે હવે મોંઘવારી એક પડકાર બની ગઈ છે અને આવનારા સમયમાં પણ મોંઘવારી ઉંચી રહે કે વધે એવું લાગી રહ્યું છે એટલે બજારની ધારણા કરતા પહેલા વ્યાજના દરમાં 0.4 ટકાના વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ચોક્કસ છે કે ગ્રાહકો કે રિટેલ લોન મોંઘી થશે કારણ કે તે સીધી રેપો રેટ સાથે જોડાયેલી હોય છે. પણ મોંઘી થયા છતાં કેન્દ્ર સરકાર બજારમાંથી જે વ્યાજ ચૂકવી નાણા ઉપાડી રહી છે તેના કરતા સસ્તું ધિરાણ ગ્રાહકોને મળતું રહેશે!



જાન્યુઆરી 2022થી દેશની નાણા બજારમાં એક અલગ જ પ્રકારનો અને ભાગ્યે જ જોવા મળતો માહોલ ઉભો થયેલો છે.છે. કેન્દ્ર સરકાર બજારમાંથી જે ભાવે ભંડોળ દેવાના સ્વરૂપે એકત્ર કરી રહી છે તેનું વ્યાજ સામાન્ય માણસને મળતી હોમ લોન્સ કરતા વધી ગયું છે! બજારમાં પુષ્કળ નાણા પ્રવાહિતા હોવા છતાં કેન્દ્ર સરકાર બે વર્ષથી સતત માર્કેટ લોન્સ લઇ રહી હોવાથી, અમેરિકામાં ધારણા કરતા વધારે ઝડપથી ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારશે એવી અપેક્ષાએ ભારતમાં પણ બોન્ડના યીલ્ડ વધી બે વર્ષ પછીની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા.
જાન્યુઆરી મધ્યમાં સરકારી બોન્ડના યીલ્ડ 6.64 ટકા હતા અને હાઉસિંગ લોન ઉપર વ્યાજનો દર 6.5 ટકાથી 6.6 ટકા હતો એટલે એ સમયે પણ ગ્રાહકોને સસ્તી લોન મળી રહી હતી.કોઈ વ્યક્તિ કે જેનો ક્રેડીટ સ્કોર સારો હોય તેને હોમ લોન્સ આ 10 વર્ષના બોન્ડના યીલ્ડ સામે સસ્તી મળી રહી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હોમ લોન્સના ડર 6.75 ટકાથી 7.30 ટકા છે. કોટક મહિન્દ્રા, બેંક ઓફ બરોડા 6.50 ટકા કે તેથી વધુના દરે લોન આપે છે. હોમ લોન્સ સામાન્ય રીતે 15 વર્ષ કે 20 વર્ષની મુદ્દતની હોય છે. કોઇપણ જામીનગીરીમાં રોકાણ કરો અને પાકતી મુદ્દતે રોકાણ સામે જે વળતર મળે તેનું વ્યાજ એને યીલ્ડ કહેવાય.
આજે અચાનક જ વ્યાજના દર વધી જતા સરકારી બોન્ડના યીલ્ડ 7.34 ટકા થઇ ગયા છે એટલે હજુ પણ હાઉસિંગ લોન જે 6.5 ટકાથી 7 ટકા હોય તો પણ ગ્રાહકોને સસ્તી લોન જ મળવાની છે જયારે સરકારી બોન્ડ ઉપર વ્યાજ વધારે ઊંચું રહેવાનું છે.
સોમવારે ભારત સરકારના 10 વર્ષના બોન્ડ ઉપરના યીલ્ડ 6.64 ટકા થઇ ગયા હતા જે જાન્યુઆરી 2020 પછીની સૌથી ઉંચી સપાટી છે બીજી તરફ, કોઈ વ્યક્તિ કે જેનો ક્રેડીટ સ્કોર સારો હોય તેને હોમ લોન્સ આ 10 વર્ષના બોન્ડના 6.64 ટકાના યીલ્ડ સામે સસ્તી મળી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હોમ લોન્સના ડર 6.75 ટકાથી 7.30 ટકા છે. કોટક મહિન્દ્રા, બેંક ઓફ બરોડા 6.50 ટકા કે તેથી વધુના દરે લોન આપે છે. હોમ લોન્સ સામાન્ય રીતે 15 વર્ષ કે 20 વર્ષની મુદ્દતની હોય છે. ભારત સરકારના ૩૦ વર્ષની મુદ્દતના બોન્ડ ઉપરના યીલ્ડ 7.3 ટકા છે જે હોમલોન્સના દરથી નીચે છે.
બોન્ડના યીલ્ડ કેમ વધ્યા?
બોન્ડ માર્કેટમાં જયારે બોન્ડનો પુરવઠો વધે ત્યારે તેના ભાવ ઘટે છે. પણ બોન્ડના ભાવ ઘટવાની સાથે તેના યીલ્ડ વધે છે. અત્યાર સુધી રિઝર્વ બેંકના રેપો રેટ (કે જે દરે રિઝર્વ બેંક દેશની અન્ય બેંકોને ધિરાણ કરે છે) તે ચાર ટકા હતા જે હવે 4.40 ટકા થયા છે.કેન્દ્ર સરકારે વર્ષ 2020-21માં રૂ.12.8 લાખ કરોડ અને વર્તમાન વર્ષે વધુ રૂ.12 લાખ કરોડ વિવિધ મુદ્દતના બોન્ડ થકી બજારમાંથી ઉભા કર્યા છે. કોરોના મહામારીના કારણે અટકી ગયેલી આર્થિક પ્રવૃત્તિ, કેન્દ્રની કરની આવકમાં એક વર્ષ જોવા મળેલા ઘટાડા અને સામે ગરીબ વર્ગને અપાતી સબસિડી વધતા સરકારે વધુ દેવું લેવાની ફરજ પડી છે. એવી અપેક્ષા છે કે વર્ષ 2022-23ના બજેટમાં પણ કેન્દ્ર સરકારનું દેવું વધારે રહેશે, વધારે બોન્ડનો પુરવઠો આવશે એટલે પણ બોન્ડના યીલ્ડ વધી રહ્યા હતા.
ઉપરાંત, અમેરિકામાં વ્યાજ દર વધી રહ્યા છે. આજે ફેડરલ રિઝર્વની બેઠકમાં 0.50 ટકાનો આક્રમક વ્યાજ દર વધે એવી શક્યતા છે. અમેરિકામાં બોન્ડના યીલ્ડ વધી 2.4 ટકા કે તેથી વધુ થયા છે. બીજી તરફ, રિઝર્વબેંક હોય કે ફેડરલ રિઝર્વ બધા જ પુષ્કળ નાણા પ્રવાહિતા ઘટાડવા માટે પગલાં લઇ રહ્યા છે. રિઝર્વ બેન્કે આજે તા.21 મેથી અમલમાં આવે એ રીતે 0.50 ટકા કેશ રિઝર્વ રેશિયો વધારી રૂ.87,000 કરોડની રકમ બજારમાંથી પરત ખેંચી લેવાની પણ જાહેરાત કરી છે. એક તરફ, નાણા પ્રવાહિતા ઘટે, વ્યાજના દર વધે અને સામે સરકારનું માર્કેટ બોરોઇંગ વધે અને મોંઘવારી પણ વધે તો નાણાની કિંમત વધે છે એટલે બોન્ડના યીલ્ડ વધી રહ્યા છે. બોન્ડના યીલ્ડ દર્શાવે છે કે જેની પાસે ફાજલ પૈસા છે એ હવે સસ્તું ધિરાણ કરવામાં રસ ધરાવતા નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top