સૌરાષ્ટ્ર ના ખેડૂતની દક્ષિણ ગુજરાતમાં અનોખી ખેતી એ સૌનું ધ્યાન ખેચ્યું છે. અહીંના ખેડૂતો એ પામારોજા ઘાસમાંથી તેલનું ઉત્પાદન કર્યું છે.અને આ1 કિલો તેલમાંથી 2700 રૂ ભાવ હાલ તેઓ મેળવી રહ્યા છે. આ તેલ ઓષધિ તેમજ શેમ્પુ, પરફ્યુમ, સેંટ સહીત કોસ્મેટીક વસ્તુમાં વધુ વપરાય છે અને તેથી તેની માંગ પણ વધી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દીણોદ ગામમાં એક ખેડૂત દ્વારા 80 વીંઘા જમીન ગણોતમાં લઈને તેમાં પામારોજા નામના ઘાસની ખેતી કરી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.મૂળ સૌરાષ્ટ્રના જૂનાગઢના મહેન્દ્રભાઈ ખેડૂત પુત્ર છૅ. અને ખેતીમાં બદલાવ કેવી રીતે લાવી શકાય અને આધુનિક ખેતી કેવી રીતે કરી શકાય ,તેમાંય ઓછા ખર્ચ મા વધુ ફાયદો કેવી રીતે મળી શકે ઍ માટે મહેન્દ્રભાઈ ઉતરપ્રદેશ ના લખનવ કૃષિ યુનિવર્સીટી ની મુલાકાત લીધી હતી.આ અંગે મહેન્દ્ર ભાઈ એ કહ્યું કે"પામારોજા ઘાસની ખેતી કેવી રીતે થાય કેવા પ્રકાર ની જમીનમાં થાય અને કઈ રીતે પ્રોસેસ કરી તેલ કાઢી શકાય તેના માટે મેં કૃષિ યુનિવર્સીટી મા ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના માંગરોલ તાલુકાના દિણોદ ગામે 80 વીંઘા જમીનમાં પામોરોજા ની ખેતી કરી અને ત્રણ મહિના ના ટૂંકા ગાળામાં આ ઘાસની તૈયાર થઇ જાય છૅ અને બોઇલરમા તેની પ્રોસેસ કરી તેલ બનાવવામાં આવે છૅ આ તેલ ઓષધિ છે.અને ખુબજ અકસીર છૅ. હાથ પગના દુખાવા તેમજ કમર ના દુખાવવામાં આ તેલનો ઓષધિ તરીકે ઉપયોગ થાય છૅ ખાસ કરીને પોમારોજા ઘાસમાંથી નીકળતું સુગધિત દ્રવ્ય કોસ્મેટિક વસ્તુ, પરફ્યુમ, સેઈન, તેમજ અન્ય વસ્તુમાં મોટા પાયે ઉપયોગમાં લેવાતી હોવાથી આ તેલની માંગ વધુ છૅ
આ અંગે તેમને વધુ માં કહ્યું કે" પામારોજા નું બિયારણ મેં કચ્છ રાપરથી મંગાવ્યુ હતું. આ ખેતી સરળ છે. ઍક વાર ખર્ચ કર્યા બાદ સાત વર્ષ સુધી ખર્ચ આવતો નથી. ઘાસ એકવાર કાપ્યા બાદ પૂન: ઘાસ ઉગી જાય છૅ. અતિવૃસ્ટી હોય કે જંગલી ભૂંડ કે ઢોરો થી આ ઘાસને નુકશાન થતું નથી. આ ઘાસમાંથી નીકળતું કિંમતી તેલ 1 કિલો 2500 થી 2700 રૂપિયા ભાવ મળે છૅ.. કોઈ બજાર શોધવા જવુ પડતું નથી પણ લોકો આ તેલ ફાર્મ પર આવી લઇ જાય છે. આ ઘાસની જળવાની કરવા માણસ રાખવા પડતા નથી અને ઓછા લેબર અને ઓછી મહેનતે, ઓછા ખર્ચે સારુ ઉત્પાદન મળે છે. આ ઘાસમાં સૌથી મહત્વની વાત એ છે કે તેને પ્રોસેસ કર્યા બાદ જે વેસ્ટ બચે છે તેનો ઇંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે. પામારોજા ની ખેતીમાં ઓછા પાણી અને ઍક વાર ઘાસ તૈયાર થઇ જાય પછી સાત વર્ષ સુધી આ પાક આપમેળે ઉગે છૅ.



.png)