- આ મોજું જૂનમાં આવવાની સંભાવના છે તે ઓગસ્ટ 23, 2022 સુધીમાં ટોચ પર પહોંચી શકે
નવી દિલ્હી : વાસ્તવમાં, કોવિદ-૧૯નું હવે પછીનું મોજું ક્યારે આવશે, તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી, પરંતુ વિજ્ઞાાનીઓનું તેવું અનુમાન છે કે આ ચોથું મોજું આવવાની પૂરી સંભાવના છે. જે જૂન ૨૨, ૨૦૨૨થી શરૂ થવા સંભવ છે અને ઓગસ્ટ ૨૩, ૨૦૨૨ના દિને તે ટોચ ઉપર પહોંચશે, અને ઓક્ટોબર ૨૪, ૨૦૨૨ના દિવસમાં સમેટાઈ જવા સંભવ છે. આ માહિતી કાનપુર સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના તજજ્ઞાોએ આપી છે.
તેઓએ પ્રી-પ્રિન્ટ-સર્વર મેડરિક્સિવ ઉપર પૂરી ચકાસણી કર્યા પછી આ માહિતી વહેતી મુકી છે. આ માટે તેમણે ઝિમ્બાબ્વેમાં શરૂ થયેલી મહામારીની ટ્રેજેક્ટરી (ગતિ રેખા) બરોબર તપાસી હતી, અને તેનું વિશ્લેષણ પણ કર્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે તેનો ઇતિહાસ પણ ભારતના આ રોગના ઇતિહાસ જેવો જ છે. તેમાં ઝિમ્બાબ્વેમાં ચોથું મોજું શરૂ થયું હોવાની માહિતી મળતાં ભારતમાંપણ ચોથાં મોજાંની સંભાવનાની આશંકા રહેલી છે.
આ તારણ પ્રો. સર્વ પ્રસાદ રાજેશભાઈ, શુભ્રશંકર ઘાટ અને પ્રો. શલભે આપ્યું છે. તેઓ IITકાનપુરના ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથેમેટિક્સ સાથે જોડાયેલા છે. તેઓના મતે આ ભાવિ મોજું તેના વર્તમાન વેરિયન્ટ સાથે, સંલગ્ન છે. જો કે, આ મંતવ્ય આપનાર પ્રોફેસર્સનો પત્રકારો હજી સુધી સંપર્ક સાધી શક્યા નથી પરંતુ તેમના પેપર્સ મેળવી શક્યા છે. તેમાં આ તારણો આપતાં કહ્યું છે કે આ દ્રષ્ટિએ
.png)


.png)