
- આ વિમાનો રૂમાનિયા, હંગેરી અને પોલેન્ડથી ભારતીયોને લઇ સ્વદેશ આવ્યાં હતાં
નવી દિલ્હી : યુક્રેનમાંથી અન્ય દેશોમાં પહોંચી ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાનાં ભારત સરકારે હાથ ધરેલાં અભિયાનના ભાગરૂપે ભારતીય વાયુસેનાએ ૪ ફ્લાઇટ્સ યોજી છે. રૂમાનિયાનાં પાટનગર બુમારેસ્ટ હંગેરીનાં પાટનગર બુડાપેસ્ટ અને પોલેન્ડનાં રેઝસ્વોવમાંથી કુલ મળી ૭૯૮ ભારતીયોને સ્વદેશ પરત પહોંચાડયાં છે. આ ફ્લાઇટ્સ અહીંનાં હીન્ડોન એરબેઝ ઉપર આજે સવારે ઉતરી હતી.
આ માહિતી આપતાં સાધનો જણાવે છે કે આ પૈકી ૨૦૦ નાગરિકોને બુખારેસ્ટથી લઇ એક વિમાન રાત્રે ૧.૩૦ કલાકે હીન્ડોન ઉતર્યું હતું. ત્યારે રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રી અજય ભટ્ટે તેઓનું એર-બેઝ પર સ્વાગત કર્યું હતું.
આ ચારે ફ્લાઇટ્સ માટે વાયુદળે ભ-૧૭ મીલીટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતે તેના નાગરિકોને સ્વદેશ લાવવા માટે રૂમાનિયા હંગેરી અને પોલેન્ડમાં વિમાનો મોકલ્યાં હતાં. કારણ કે યુક્રેનની એર-સ્પેસ તો તા. ૨૪મી ફેબુ્રઆરીથી બંધ કરાઈ છે. તેનું કારણ રશિયાએ યુક્રેન પર કરાયેલું આક્રમણ છે.
IAFની બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ ૨૧૦ ભારતીયો સાથે આજે (ગુરૂવારે) સવારે બુડાપેસ્ટથી હિન્ડોન આવી પહોંચી હતી. તે પછી થોડા સમયે જ પોલેન્ડનાં રેઝસ્વોવથી ૨૦૮ ભારતીયોને લઇ એક ફ્લાઇટ હીન્ડોન એરબેઝ પર ઉતરી હતી. જ્યારે ચોથી ફ્લાઇટ બુખારેસ્ટથી ૧૮૦ ભારતીયોને લઇ આવી હતી.
તે સર્વવિદિત છે કે કેન્દ્રના ચાર મંત્રીઓને યુક્રેનના આ પાડોશી દેશોમાંથી ભારતીયોને સ્વદેશ લાવવાનાં અભિયાન ઉપર દેખરેખ રાખવા મોકલવામાં આવ્યા છે. તેમાં હરદીપ સિંહ પુરીને હંગેરીમાં જ્યોતિરાદિત્ય સિંધીયાને રૂમાનિયા,, કીરેન રીજ્જુને સ્લોવાકીયા અને વી.કે.સિંહને પોલેન્ડ મોકલાયા છે.
.png)

.png)