- ગુજરાતના ફાયરબ્રાન્ડ યુવા નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા.
- ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા
- ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ કેસરિયા કરી લીધા છે, આજે બપોરે ગાંધીનગરમાં કમલમ ખાતે રાજુ કરપડાને ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેએ ખેસ પહેરાવી પાર્ટીમાં વિધિવત સામેલ કર્યા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ કેસરિયા કર્યા હતા. આ સાથે જ આપ પર જોરદાર નિશાન તાક્યુ હતુ. મહત્વનું છે કે, રાજુ કરપડાને ભાજપ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપી શકે છે.
રાજુ કરપડાએ ભાજપમાં જાડાતની સાથે જ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, ભાજપ કહેશે તો ચૂંટણી લડીશ, વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ, લડવું કે ન લડવું તે પાર્ટી નક્કી કરશે. રાજુ કરપડા AAP ના યુવા લડાયક નેતા હતા, આમ આદમી પાર્ટીમાં કિસાન સેલના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે.

.png)

.png)