ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરી છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2025 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે.
પીએસઆઈ – કુલ 858 જગ્યાઓ
પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગ્રુપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
જેલર ગ્રુપ 2- 70
લોકરક્ષક કેડર – કુલ 12,733 જગ્યાઓ
લોકરક્ષક (LRD)ની 12,733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપાહીની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ ઉમેદવારો લોકરક્ષક માટે અરજી કરી શકશે.
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
જેલ સિપાહી (પુરુષ): 300
જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31
અરજી કરવાની રીત ?
ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તેમજ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
ઉમેદવારોએ અરજી કરતા પહેલા ભરતી સંબંધિત સંપૂર્ણ સૂચનાઓ અને માર્ગદર્શિકા વેબસાઇટ પરથી ધ્યાનપૂર્વક વાંચી લેવી
ઉમેદવારો 3 ડિસેમ્બર 2025થી ઓનલાઇન અરજી કરી શકશે.
ઉમેદવારો 23 ડિસેમ્બર 2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકશે.
.png)
.png)
