- ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી
- ‘દુનિયા ટૂંક સમયમાં વૈશ્વિક યુદ્ધમાં ફસાઈ જશે.’ મસ્ક
- પરમાણુ શસ્ત્રો હવે શક્તિશાળી દેશો વચ્ચે યુદ્ધ કે યુદ્ધના જોખમને અટકાવે
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. એક પોસ્ટનો જવાબ આપતા તેમણે વિશ્વ યુદ્ધ અંગે આગાહી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘દુનિયા ટૂંક સમયમાં વૈશ્વિક યુદ્ધમાં ફસાઈ જશે.’ મસ્કની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.
હકીકતમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘દુનિયાની બધી સરકારો નકામી છે કારણ કે પરમાણુ શસ્ત્રો હવે શક્તિશાળી દેશો વચ્ચે યુદ્ધ કે યુદ્ધના જોખમને અટકાવે છે. હવે સરકારો પર કોઇપણ પ્રકારનો બાહ્ય દબાણ નથી.’
જે પછી ઇલોન મસ્કે આ પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, ‘યુદ્ધ થવાનું છે, આગામી 5 કે 10 વર્ષમાં મોટું યુદ્ધ થશે.’ જો કે, મસ્કની આ પોસ્ટથી પુષ્ટી નથી થતી કે તેમણે આ જવાબ મઝાકમાં આપ્યો છે કે, ગંભીર થઇને આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
AI ચેટબોટ ગ્રોક
મસ્કની આ ચિંતાજનક પોસ્ટ બાદ કેટલાક યુઝર્સે AI ચેટબોટ ગ્રોકને તેમના નિવેદનના વિશ્લેષણ માટે પૂછ્યું, જેના જવાબમાં ગ્રોકે લખ્યું કે, મસ્કે તે પોસ્ટમાં યુદ્ધ થવા પાછળના કારણોનો ઉલ્લેખ કર્યો નથી. જો કે, તેમના અગાઉના નિવેદનો મુજબ, યુરોપ અને યુકેમાં સામૂહિક સ્થળાંતર, તાઇવાન મુદ્દે યુએસ-ચીન અથવા યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધ વધશે તો તે વૈશ્વિક યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જશે.’
.png)
.png)
