તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે ઝોય મિનીસ્ટ્રીઝના ઝોય ચર્ચ પીપળકુવા ખાતે સ્વ.બિસપ વિજય કે. ગામીતની સાતમી સ્મરણાંજલી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશ કેમ્પમાં તાપી જીલ્લાના અલગ અલગ સંસ્થાના અલગ અલગ ચર્ચના ભાઈઓ,બહેનો અને યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં કુલ ૮૦ બોટલ લોહી એકત્રીત કરવામાં આવ્યું હતું.
તા ૧૭/૦૯/૨૦૨૫ ના રોજ સ્વ.બિસપ. વિજય કે ગામીત ના સાતમી સ્મરણજલિના દિવસે ઝોય મિનિસ્ટ્રીઝના ઝોય ચર્ચ પીપળકુવા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ,બહેનો અને યુવાનોએ ભાગ લીધો હતો. બ્લડ ડોનેશનમાં કુલ ૮૦ બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું.
આજુ- બાજૂના વિસ્તારમાં રહેતા યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રકતદાન કર્યું હતું. યુવાનોએ રકતદાન કરી સમાજમાં સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું હતું. કુલ ૮૦ ભાઈ- બહેનો અને આસપાસના યુવાનોએ રકતદાન કરી સમાજમાં સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું હતું. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં રકતદાન અંગેની જાગૃતતા પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળતી હોય છે તેવા સંજોગોમાં આ સફળ રકતદાન શિબિર દ્વારા આ વિસ્તારમાં રકતદાન માટે જાગૃતતા લાવવામાં સફળતા મળી શકી છે.
ઝોય મિનિસ્ટ્રીઝના ટ્રસ્ટીશ્રી ગુરજીભાઈ ગામીત, પીપળકુવા ગામના અને ઘોડા ગામના સરપંચશ્રીએ દરેક રક્તદાતાઓનો અને શ્રી લક્ષ્મીબેન ખુશાલભાઈ પટેલ રક્તદાન કેન્દ્ર વ્યારાના દરેક કર્મચારીઓનો આભાર માન્યો હતો.
.png)

