- વ્યારા એસ.સી.એસ.ટી. સેલમાં ફરજ બજાવતા D.Y.S.P. નીકીતા શીરોયા
- હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઈ ગામીત સામે લાંચ માંગણીના ગંભીર આરોપો
- આરોપીઓએ રૂ.4 લાખની લાંચની માંગણી કરી હતી. અંતે રકઝક બાદ રકમ રૂ. 1.50 લાખ આવી હતી.
કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક એલ. એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર એસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. એસસીએસટી સેલનાં ડીવાયએસપી નીકીતા શિરોયા પોતાનાં હેડ કોન્સ્ટેબલ સાથે લાંચ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેણે એટ્રોસિટી અંતર્ગત થયેલી ફરિયાદમાં ધરપકડ નહી કરવા માટે લાંચની માંગણી કરી હતી. જે લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ પર એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. જો કે ફરીયાદી તથા તેમના કુટુંબીજનો તથા તેમના બે મિત્રો કુલ-8 લોકો વિરૂધ્ધ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ તથા દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયો હતો. જેની તપાસ Dy.SP નીકીતા શીરોયા કરી રહ્યા હતા. જ્યારે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત તેના રાઇટર તરીકે ફરજ બજાવે છે.
D.Y.S.Pએ રૂ.4 લાખની લાંચની માંગણી કરી
એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ દાખલ થયેલા ગુનામાં તેમના પરિવારજનો અને મિત્રો સામે કાર્યવાહી ન થાય અને હેરાનગતી ન થાય તે માટે આરોપીઓએ રૂ.4 લાખની લાંચની માંગણી કરી હતી. અંતે રકઝક બાદ રકમ રૂ. 1.50 લાખ આવી હતી. જો કે ફરીયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાના કારણે ACB નોસંપર્ક કર્યો હતો. જેથી એસીબીમાં ફરીયાદ થતા જ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમ્યાન આરોપી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર ખાનગી ગાડી લઈને લાંચના નાણા લેવા આવ્યો હતો. જો કે તેને છટકું ગોઠવાયું હોવાની ગંધ આવી જતા લાંચના નાણા સ્વીકાર્યા વગર જ પોતાની ખાનગી ગાડી લઈને ભાગી ગયા હતા. આ સમગ્ર ટ્રેપીંગ અધિકારી તરીકે એસ.એન.બારોટ પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. ફીલ્ડ-૩(ઇન્ટે.વીંગ), ગુ.રા., અમદાવાદ તથા મદદમાં ડી.બી.મહેતા, પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. ફીલ્ડ-૩(ઇન્ટે.વીંગ), ગુ.રા., અમદાવાદ હાજર રહ્યા હતા.
ડી.વાય.એસ.પી. નીકીતા શીરોયા, એસ.સી.એસ.ટી.સેલ જી.વ્યારા-તાપી.
હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઇ રમણભાઇ ગામીત, એસ.સી.એસ.ટી.સેલ , જી.વ્યારા-તાપી.