હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી

0




હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, આજથી વરસાદનું જોર વધશે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા આણંદ, નવસારી વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના છે.

હવામાન વિભાગે વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી. 14 અને 15 જુલાઈએ રાજસ્થાનના ભાગોમાં સિસ્ટમ જશે. જેનાથી જુલાઈમાં 100 ટકા સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરી. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન એક્ટિવ થશે. હવામાન વિભાગે 14થી 17 જુલાઇ વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસની સ્થિતિ વિશે વાત કરીએ તો સુરજગઢમાં મોનસૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.



ગુજરાતમાં આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં પણ મૂશળધાર વરસાદ વરસી શકે છે.

અમરેલી, ભાવનગર, દેવભૂમી દ્વારકા, ગીરસોમનાથ, બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની સંભાવનાને જોતા હવામાન વિભાગે ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે સાબરકાંઠ, ખેડા, આણંદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સોમવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં તેમજ મધ્ય ગુજરાતમાં મહિસાગર જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ દાહોદ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાના સંકેતો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top