ગુજરાત રાજ્યમાં આજથી આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને 25થી 29 જુલાઈ દરમિયાન મહત્તમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીવાળા જિલ્લાઓ:
નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલી
26 જુલાઈના રોજ આ સાથે દાહોદ, છોટાઉદેપુર, અને સુરત જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી:
અંબાલાલ પટેલે જણાવ્યું કે 27 જુલાઈ બાદ ગુજરાતમાં ભારે વરસાદનો ત્રાસ શરૂ થશે. રાજ્યના કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ પડી શકે છે અને સ્થિતિ જળબંબાકાર જેવી બની શકે છે. આ વરસાદ ઓગસ્ટની શરૂઆત સુધી ચાલુ રહી શકે છે.
25 જુલાઈના દિવસ માટે યલો એલર્ટ:
વલસાડ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી
અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.