- મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર આક્ષેપ કર્યા
- બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે.
- ચૈતર વસાવા 2 ટકા અને અનંત પટેલ 10 માગે છે. ચૈતર વસાવા ચીટર છે.
તાપીના સોનગઢના ચીખલીભેસરોટ ગામે એક રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ધારાસભ્યો અનંત પટેલ અને ચૈતર વસાવા પર ગંભીર આરોપ કરતાં ટિપ્પણી કરી હતી. મંત્રી કુંવરજી હળપતિએ સ્ટેજ પરથી જાહેરમાં આક્ષેપ કર્યો કે 'વિકાસના કામોને લઈને બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે. પંચાયતની ગ્રાન્ટમાં ચૈતર વસાવા 2 ટકા અને અનંત પટેલ 10 માગે છે. ચૈતર વસાવા ચીટર છે.'