- તાપી કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીને લઈને પરિપત્ર જાહેર કર્યો
- તમામ સ્કૂલમાં ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના કે ઉપદેશ ના આપવા
તાપીમાં આદિવાસીઓને ધર્માંતરણ કરવામાં આવતું હોવાને લઈને વિવાદ ઊભો થયો છે. સમગ્ર મામલે તાપી કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીને લઈને પરિપત્ર જાહેર કર્યો છે.
તાપી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ પ્રાથમિક શિક્ષણ અધિકારીના નેજા હેઠળની તમામ સ્કૂલમાં ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના કે ઉપદેશ ના આપવા મામલે જિલ્લના કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો છે. આ સાથે જિલ્લા કલેક્ટરના પરિપત્રમાં જણાવાયું છે કે, તમામ શાળાઓમાં ધર્મ પ્રચાર અર્થે ધાર્મિક પુસ્તકોના વાંચન, સ્તુતિ કે જ્ઞાનનો ઉપદેશ આપવા જેવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ દ્વારા ન કરવાને લઈને સૂચના આપવામાં આવી છે. જ્યારે શિક્ષકો દ્વારા આ પ્રકારનું કાર્ય ન કરવાને લઈને કોઈ ઉલ્લેખ ન હોવાથી પરિપત્ર મામલે સવાલો ઊભા થયા છે.
કલેક્ટરના પરિપત્રમાં એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પરિપત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા ધર્મ પ્રચાર અર્થે પ્રવૃત્તિઓ ન કરવા અંગે સૂચના અપાઈ છે, પરંતુ શિક્ષકો દ્વારા આ પ્રકારનું કાર્ય ન કરવા અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી પરિપત્રની અમલવારી અને અસરકારકતા મામલે સવાલો ઊભા થયા છે.
તાપી જિલ્લા વહીવટી તંત્રએ શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આ પગલું ભર્યું છે, જે ધર્માંતરણના વિવાદના સંદર્ભમાં મહત્વનું માનવામાં આવે છે.