સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો,મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત

0
સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આ ઘટનામાં ટ્રક અને જીપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. કુલ 19 લોકો આ અકસ્માતની ઘટનામાં ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.



આ અકસ્માતમાં કુલ 19 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ટ્રક અને જીપ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટા પ્રમાણમાં લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતમાં જીપનો તો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે. ઘટનાને લઈને હાઈવે પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ પણ થયો હતો. સાથે જ સ્થળ પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ પણ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ જીપમાં 40 કરતા પણ વધારે મુસાફરો સવાર હતા. આ બધા જ મુસાફરો મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઈડર તરફથી આ મુસાફરો મજૂરી કામ પૂર્ણ કરીને જઈ રહ્યા હતા. તે સમયે તેમને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top