- સુરત અને તાપી જિલ્લા માટે રૂ.25-25 લાખ મળી કુલ રૂ.50 લાખની ગ્રાન્ટની ફાળવણી
- વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને આવનારી પેઢીઓને સમૃદ્ધ જળવારસો મળે
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સીઆર પાટીલની પ્રેરણાથી દેશભરમાં 'જળસંચય જનભાગીદારી' પહેલ હેઠળ જળસંચય અભિયાન વેગવાન બન્યું છે.
સુરત અને તાપી જિલ્લામાં પણ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને આવનારી પેઢીઓને સમૃદ્ધ જળવારસો મળે તે માટે જળસંચય (વોટર હાર્વેસ્ટિંગ)ની કામગીરી માટે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંસદ સભ્ય સ્થાનિક વિકાસ યોજના નિધિમાંથી સુરત અને તાપી જિલ્લા માટે રૂ.25-25 લાખ મળી કુલ રૂ.50 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે.
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સીઆર પાટીલના 71મા જન્મદિન નિમિત્તે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જનહિતલક્ષી અભિગમ અપનાવી જળસંચય માટે આ માતબર અનુદાન ફાળવ્યું છે.