તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામોમાં છેલ્લા ઘણાં સમયથી હિંસક દીપડાઓએ આતંક મચાવ્યો છે. ઠેરઠેર રહેણાંક વિસ્તારમાં દિપડાએ દહેશત ફેલાવી છે. પેલાડ બુહારી ગામમાંથી એક હિંસક દોઢેક વર્ષની દીપડી પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો દમ લીધો છે જ્યારે હજુ પણ દીપડાઓ વિચરણ કરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાં પુણૉ નદીના કિનારે આવેલ આંબાવાડીમાં હિંસક દીપડાઓએ નિવાસો બનાવ્યો હોય એમ ઠેર ઠેર નજરે પડી રહ્યા છે. જેને પગલે સ્થાનિક લોકોએ પાંજરૂ મુકવાની રજૂઆત જીગ્નેશ ભાઈ હીરાભાઈ ભંડારીએ સરપંચને અને વાલોડ વનવિભાગને કરતાં વનવિભાગ દ્વારા સ્થળ નિદર્શન કર્યું હતું અને પાંજરૂ ગોઠવ્યું હતું.
પેલાડ બુહારી ગામમાં આવેલ પાવડાદાંડ મોરા ફળિયામાં જતાં માગૅ ઉપર મરઘાનું મારણ મુકવામાં આવ્યું હતુ. મરઘાં ખાવાની લ્હાયમાં દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ જતા સરપંચએ વાલોડ વનવિભાગને કરી હતી. વનવિભાગના કર્મચારી અર્જુન ચૌધરી અને RCSSG મેમ્બર ઇમરાન વૈદે પાંજરાનો કબ્જો લઈ લીધો હતો અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જંગલમાં છોડવાની કવાયત હાથ ધરી હતી.

.png)