તાપી જિલ્લાનાં જેટકોમાં ફરજ બજાવતા આઉટ સોર્સના કર્મચારીઓને વેતન (પગાર) અને જરૂરી સેફ્ટીના સાધનો નહિ મળતાં તાપી જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. આઉટ સોર્સનાં કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપતા રજૂઆત કરી હતી કે, વ્યારા ડીવીઝન અને વાવ ડીવીઝનના ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરશન (જેટકો)ના 66 કેવી સબસ્ટેશનમમાં જે.બી. એસ એન્ટરપ્રીઇઝ પ્રા.લિ. એજન્સીના મારફતે ઘણા મહિનાથી ઓપરેશન અને મેઈન્ટેનન્સનું કામ કરીએ છીએ.
જેટકોના 66 કેવી સબસ્ટેશન દ્વારા તાપી, સુરત જિલ્લાના તમામ ગામડાઓમાં તથા નગરમાં તેમજ નાના મોટા ઉધોગોને તથા તમામ સરકારી કચેરીઓને પાવર સપ્લાય કરીએ છીએ. પાવર સપ્લાય માટે તમામ ઉપકરણો એ જેટકોના માલિકના હોય છે. કામદારોને પૂરું વેતન તથા અન્ય લાભો ન આપવા પડે એટલા માટે જ માત્રને માત્ર પગાર ચૂકવવા માટે એજન્સીને રાખવામાં આવે છે. પરંતુ અમે સૌ કામદારો એજન્સી મારફતે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરિશન લિમિટેડ (જેટકો)માં કામગીરી કરીએ છીએ.
પ્રિન્સિપાલ એમ્પ્લોયર તરીકે જેટકો(GETC0)ના ફરજમાં આવે છે કે પુરતા પ્રમાણમાં પગાર અને સમયસર પગાર અપાવવા જોઈએ, પરંતુ અગાઉ પણ 02/02/2024 તથા 13/05/2024 ના રોજ રજૂઆત કરવા છતાં પણ કંપની સમય સર પગાર કરવામાં નિષ્ફળ છે અને કામદારો આર્થિક સંકટમાં મુકાય છે. એજન્સી દ્વાગ ટેન્ડર કોપીના શરત મજબ કામગીરીના માસના બીજા માસના પ્રથમ અઠવાડિયામાં પગાર ચૂકવવાની શરતનું પાલન થતું નથી. પેમેન્ટ વેજીસ એક્ટ 1936 મુજબ પ્રથમ અઠવાડિયામાં ચૂકવણાની શરતનું પાલન થતું નથી. પેમેન્ટ વેજીસ એક્ટ 1936 દર્શાવેલ પર ડે 100 રૂપિયાના દંડ સહિત એપ્રિલ 2024 અને મે 2024નો પગાર એજન્સી દ્વારા ચૂકવવામાં આવે એવી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. ટેન્ડર કોપીની શરત અને શ્રમ કાયદો પેમેન્ટ એક્ટ 1936નું સખ્તાઈથી પાલન કરાવશો એવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.
ઉલેખનિય છે કે, તાપી જિલ્લા કલેક્ટરને આવેદન આપતાંની સાથે કલેક્ટરે જેટકો કંપનીના અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી હતી. જેમાં 3 દિવસમાં આ સમગ્ર માંગો સંતોષાશે તેમ આશ્વાસન જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું.

.png)