T20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. આ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, 'બંને સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડકપ 2024 બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.' નોંધનીય છે કે, રોહિત અને વિરાટે જાન્યુઆરી 2024માં T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી હતી. T20 વર્લ્ડકપ 2022ના અંત પછી બંને ટૂંકા ફોર્મેટથી દૂર રહ્યા હતા. જો કે, રોહિત અને કોહલીએ ટી20 વર્લ્ડકપ 2024ને ધ્યાનમાં રાખીને આ ફોર્મેટમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે શું કહ્યું?
પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'એવું બની શકે છે કે આ બંને ખેલાડી (રોહિત અને વિરાટ)ઓ વર્તમાન વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. આખરે આ નિર્ણય રોહિત-વિરાટ અને પસંદગીકારોએ લેવો પડશે. પરંતુ મને લાગે છે કે આ બંને માટે આ છેલ્લો T20 વર્લ્ડકપ હોઈ શકે છે. હું માનું છું કે અમે તેમને છેલ્લી વખત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમતા જોઈ રહ્યા છીએ. જો કે, રોહિત અને કોહલી IPLમાં રમવાનું ચાલુ રાખશે. તેમણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 155 મેચમાં 4073 રન બનાવ્યા છે. કોહલીએ 2010માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 122 મેચમાં 4103 રન બનાવ્યા છે.'



.png)