વ્યારા તાલુકાના ભાટપુર ગામના ચોરીના મોબાઇલ વેચવા જતા તાપી જીલ્લા એલસીબી દ્રારા ધરપકડ કરવામા આવી.
વધુ માહિતી મુજબ તાપી જિલ્લા એલસીબી/પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસો તા.૨૩મી જુનાના રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન મળેલ બાતમીના આધારે વ્યારા ઉનાઇ નાકા પાસેથી મોહનભાઈ વિરમાભાઈ રબારી ઉ.વ.૫૧ રહે.ભાટપુર ગામ નિશાળ ફળીયા તા.વ્યારા) ને ઝડપી પાડી તેના કબ્જામાં રાખેલ મોબાઇલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા મોહનભાઇ રબારી પાસેથી એક કાળા કલરનો રીયલમી કંપનીનો સી-૩૩ મોડેલનો મોબાઇલ ફોન ४नो IMEI NO 863570065065532 तथा 863570065065524 મળી આવતા તેની પાસેથી મોબાઇલ ફોનના બીલ કે કોઇ આધાર પુરાવા મળ્યા નહતા.આ મામલે પોલીસે પકડાયેલા આરોપી પાસેથી મોબાઇલ ફોનની કિંમત ૩.૫ હજાર ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી પકડાયેલ ઇસમની અટક કરી આગળની વધુ તપાસ સારૂ વ્યારા પોલીસને સોંપવામાં આવ્યો હતો


.png)