નવસારીના બારડોલી રોડ પર એક કંપનીમાંથી નકલી ગાયનું દેશી ઘી ઝડપાયુ

Study Material
0
નવસારીના બારડોલી રોડ પર એક કંપનીમાંથી નકલી ગાયનું દેશી ઘી ઝડપાયુ છે, નવસારી LCBએ 15 લાખની કિંમતનું 3133 કિલો બનાવટી ઘી જપ્ત કરી બે સગા ભાઈની ધરપકડ કરી

ગાયનું દેશી ઘી આરોગતા પહેલાં ચેતી જાજો. નવસારીમાંથી ગાયનું નકલી દેશી ઘી ઝડપાયુ છે. નવસારીના બારડોલી રોડ પર એક કંપનીમાંથી નકલી ગાયનું દેશી ઘી ઝડપાયુ છે. નવસારી LCBએ શિવ ફૂડ પ્રોડક્ટ કંપનીમાં દરોડા પાડીને નકલી ગાયનું દેશી ઘી ઝડપી પાડ્યુ.

15 લાખની કિંમતનું 3133 કિલો બનાવટી ઘી જપ્ત
નવસારી LCBએ 15 લાખની કિંમતનું 3133 કિલો બનાવટી ઘી જપ્ત કરી બે સગા ભાઈની ધરપકડ કરી છે. વિકી ચોખાવાલા અને લવ ચોખાવાલા સામે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘટના સ્થળે પહોંચી નકલી ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. શિવ ફૂટ પ્રોડક્ટ કંપનીમાં સુખવંત બ્રાન્ડનું નકલી ગાયનું દેશી ઘી બનાવવામાં આવતુ હતુ.

નકલી ઘી કેવી રીતે બનાવાય છે?
વનસ્પતિ ઘી અને તલના તેલનો ઉપયોગ કરે છે, ઘીમાં ચીકાસ લાગે તે માટે આ પ્રયોગ કારગત નિવડે છે. નકલી ઘીમાં અસલી ઘી જેવી સુગંધ અને ફ્લેવર નાંખવામાં આવે છે અને સુગંધથી નકલી ઘીને પારખવું સરળ નથી

નકલી ઘી આરોગવાથી શું થાય?
નકલી ઘીનો લાંબા સમય સુધીનો ઉપયોગ હ્યદયરોગ અને સ્ટ્રોક આવી શકે

નકલી ઘીને ઓળખી કઇ રીતે શકીએ?
  • ગેસક્રોમેટોગ્રાફી પદ્ધતિથી ઘી માં વનસ્પતિ ઘીની હાજરી ખબર પડે
  • મોટાભાગે લેબોરેટરીના પરિક્ષણથી જ ઘી વિશે જાણી શકાય
  • સરળ રીતે અસલી-નકલી ઘીનો ફરક સમજવો સરળ નથી
  • બ્રાન્ડેડ,જાણીતી દુકાન કે વ્યક્તિ પાસેથી ઘી ખરીદવું હિતાવહ
  • નકલી ઘીને મીઠા દ્વારા ઓળખી શકાય તેવો દાવો છે
  • અડધી ચમકી મીઠું હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણથી ચકાસી શકાય
  • 20-30 મિનિટમાં ઘીનો રંગ બદલાય તો ઘી નકલી હોય શકે
  • અસલી ઘીનો રંગ નથી બદલાતો
  • અસલી ઘી પાણીમાં તરે છે
  • નકલી ઘી પાણીમાં ડૂબી જાય છે
  • અસલી ઘી હથેળી પર ઓગળવા લાગે છે,નકલી ઘી જેમનું તેમ રહે છે
  • અસલી ઘીમાં ઉકળ્યા પછી પણ સુગંધ જેમની તેમ રહે છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top