તાપીના વાઘઝરી ગામે ખ્રિસ્તી સંમેલનના કાર્યક્રમને લઈ દેવ બિરસા સેનાનો વિરોધ

0
  • ખ્રિસ્તી સંમેલનના કાર્યક્રમને લઈ દેવ બિરસા સેનાએ વિરોધ નોંધાવ્યો
  • દેવ બિરસા સેનાનાએ કહ્યું કે આપણા સત્ય શોધક સભા અને વિજ્ઞાન જાથા વાળા કેમ કંઈ બોલતા નથી
  • ઉગ્ર આંદોલન કરી આ લોકોને અંહિથી ભગાડવામાં આવશે.. તેવી દેવ બિરસા સેનાનાએ ચીમકી

તાપીના વ્યારાના વાઘઝરી ગામે 22 અને 23 મેના રોજ યોજાયેલા ખ્રિસ્તી સંમેલનના કાર્યક્રમને લઈ દેવ બિરસા સેનાએ વિરોધ નોંધાવ્યો છે. આ કાર્યક્રમને લઈને સત્ય શોધક સભા અને વિજ્ઞાન જાથા ઉપર પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. વાઘઝરી ગામે જે ખ્રિસ્તીઓનો કાર્યક્રમ મોટા પ્રમાણમાં યોજાઈ ગયો, જેમાં ચંદીગઢના પાદરી બજિંદરસિંહ દ્વારા બીમારીને દૂર કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેને લઈ દેવ બિરસા સેનાનાએ કહ્યું કે આપણા સત્ય શોધક સભા અને વિજ્ઞાન જાથા વાળા કેમ કંઈ બોલતા નથી. એ લોકો માત્ર હિન્દુ ધર્મ પાછળ જ પડ્યા છે..? આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તીઓનો આટલો મોટો કાર્યક્રમ થાય છે. છતા તંત્ર પણ આ અંગે મૌન છે. અમે આદિવાસીઓ છીએ અમે મૂળ પરંપરા જાળવવા સંઘર્ષ કરી રહ્યા છીએ. અને આ લોકો ધર્માંતરિત કરીને અમારા દેવોને લાત મારવાની વાત કરે છે. આવું ને આવું ચાલશે તો ઉગ્ર આંદોલન કરી આ લોકોને અંહિથી ભગાડવામાં આવશે.. તેવી દેવ બિરસા સેનાનાએ ચીમકી ઉચ્ચારી છે..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top