ભરુચ ચૂંટણી પરિણામ:ભાજપના મનસુખ વસાવા 51 હજાર મતથી આગળ

0
નસુખ વસાવા આગળ

ભાજપના મનસુખ વસાવાને 153031 મત મળ્યા
 INDIA ગઠબંધનના ચૈતર વસાવાને 101573 મત મળ્યા

 મનસુખ વસાવા 51458 મતથી આગળ

ભરૂચના સાંસદ કોણ? તેનો ફેંસલો આગામી ત્રણ ચાર કલાકમાં થઈ જશે. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 13 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. સરકારી કે.જે. પોલીટેક્નિક કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણતરી થઇ રહી છે. જે ગણતરી 23 રાઉન્ડમાં થશે

ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી 7 મી મે 2024 ના રોજ યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં કુલ 18 લાખ મતદારો પૈકી કુલ 11,91,877 લોકોએ પોતાના મતધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. જિલ્લામાં 69.16 ટકા મતદાન નોંધાયું હતું. આજે 4 જૂનના રોજ સરકારી કે.જે. પોલીટેક્નિક કોલેજ ખાતે મત ગણતરી યોજાઇ છે. આ મત ગણતરી કુલ 23 રાઉન્ડમાં થનાર છે. ભરૂચ લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારોએ ચૂંટણીમાં દાવેદારી કરી હતી. જેમાં ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવામાંથી કોણ બાજી મારશે એ ચિત્ર બપોર બાદ સ્પષ્ટ થઇ જશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top