લોકસભા ચૂંટણીના પરિણામોના અત્યાર સુધીના વલણોમાં ભાજપ બહુમતીથી ભારે દૂર હોવાનું દેખાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. અહેવાલો પ્રમાણે સોનિયા ગાંધીના નજીકના કોંગી નેતાઓ કે.સી. વેણુગોપલ NDAના સાથી પક્ષના નેતાઓનો સંપર્ક કરી લીધો છે.
આ નેતાઓમાં JDUના નીતિશ કુમાર અને TDPના એન.ચંદ્રાબાબુ નાયડુ પણ સામેલ છે. એવું કહેવાય છે કે, ટીડીપીને I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કરવા વેણુગોપાલે ચંદ્રાબાબુના પુત્ર લોકેશ નાયડુ સાથે પણ વાત કરી છે.


.png)