બારડોલી લોકસભા બેઠક રાઉન્ડ - 3
આગળ ઉમેદવાર : પ્રભુભાઈ વસાવા (ભાજપ) 1,16,274
પાછળ ઉમેદવાર : સિદ્ધાર્થ ચૌધરી (કોંગ્રેસ) 71,894
ભાજપ 44,380ની લીડથી આગળ.
લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું. છેલ્લા મહિનાથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે 7મી મેએ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં બારડોલી લોક્સભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે આજે 4 જુનના મતગણતરીની શરૂઆત થઈ છે. ગત લોકસભાની ચૂંટણી કરતા 8.77 ટકા મતદાન ઘટ્યું હતું. સાત વિધાનસભાની બેઠકમાં વર્ષ 2019માં 73.92 ટકા મતદાન થયું હતું. જ્યારે તાજેતરમાં 64.81 ટકા જ મતદાન નોંધાયું હતું. કામરેજ વિધાનસભાનું 16.12 ટકા ઘટ્યું હતું. જ્યારે અન્ય છ વિધાનસભામાં 3 ટકાથી 7 ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો હતો. બારડોલી બેઠક માટે ભાજપ તરફથી પ્રભુ વસાવા અને કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થ ચૌધરી મેદાને છે. ત્યારે EVMમાં સીલ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે અને કોણ બારડોલી લોકસભા સીટના સાંસદ બનશે તેનું આજે ચિત્ર સ્પષ્ટ થશે.

.jpg)

.png)