લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આજે લોકોની આ રાહ પણ પૂરી થશે. આ વખતે, જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે, ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ભારતીય ગઠબંધન એક્ઝિટ પોલ વિરુદ્ધ પરિણામોની અપેક્ષા રાખી રહ્યું છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. ત્યારે 25 બેઠકોના પરિણામ આજે સૌની નજર રહેશે.
વલસાડથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ હાજર
ભાવનગરથી નિમુબેન બાંભણીયા 37 હજાર મતથી આગળ, પાટણથી ભાજપના ઉમેદવાર ચંદનજી ઠાકોર એક હજાર મતથી આગળ, વલસાડથી ભાજપના ઉમેદાવાર ધવલ પટેલ 31 હજાર મતથી આગળ
9.00 AM
અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર આગળ
કચ્છ બેઠક ભાજપના વિનોદ ચાવડા આઠ હજાર મતથી આગળ, ભાવનગરથી ભાજપના નેતા નિમુબેન બાંભણાયા પાંચ હજાર મથી આગળ, પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ચાર હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 15 હજાર મતથી આગળ
8.53 AM
અમિત શાહ 80 હજાર મતોથી આગળ
ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ 80 હજાર મતોથી આગળ, વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 14 હજાર મતથી આગળ, જૂનાગઢમાં રાજેશ ચુડાસમાં 3600 મતોથી આગળ, છોટાઉદેપુરમાં જશુ રાઠવા આગળ.
8.47 AM
જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ પાછળ
જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પાછળ, અમરેલીમાં જેનીબેન ઠુંમર આગળ, દહોદમાં ભાજપના ઉમેદવાર આગળ, સાબરકાંઠાથી શોભના બારૈયા આગળ, પોરબંદરથી લલિત વસૌયા 237 મતોથી આગળ
8.40 AM
વડોદરાથી ભાજપ ઉમેદવાર આગળ
શરુઆતના વલણોમાં બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ છે. વડોદરાથી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 4683 મતથી આગળ, બારડોલીથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા બે હજાર મતથી આગળ.
8.36 AM
ચૈતર વસાવા અને ગેનીબેન ઠાકોર આગળ
ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગળ, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ, ગુજરાતમાં 23 બેઠક પર ભાજપ અને બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધન આગળ
8.31 AM
રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા આગળ
નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ 10 હજાર મતોથી આગળ જ્યારે સૌથી ચર્ચાસ્પદ રહેલી રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
8.21 AM
ગુજરાતમાં ભાજપ 16 અને કોંગ્રેસ એક બેઠક પર આગળ
શરુઆતના વલણોમાં બારડોલી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર આગળ, કચ્છથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહી છે.
8.15 AM
ખેડા બેઠક પરથી દેવસિંહ ચૌહાણ, જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાં આગળ ચાલી રહ્યા છે. તો પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.
8.10 AM
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ
પંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ જાદવ આગળ તો પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.
8.05 AM
કેન્દ્રીય ગૃહમંત્રી અને સી.આર.પાટીલ આગળ
ગુજરાત રાજ્યની મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતના વલણોમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.
8.00 AM
ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી શરુ થઈ ગઈ છે. પહેલા પોસ્ટલ બેલેટની મતગણી કરવામાં આવી રહી છે. શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.



.png)