સાબરકાંઠા બેઠક ભાજપ આગળ
કોંગ્રેસ- 43640 ભાજપ- 4426
બીજા રાઉન્ડમાં BJP 5786 મતથી આગળ
લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું. છેલ્લા મહિનાઓથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે 7મી મેએ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં સાબરકાંઠા લોક્સભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે આજે 4 જુનના રોજ મતગણતરીની શરૂઆત થઈ છે. સાબરકાંઠા બેઠક પર આ વર્ષે 63.22 % સરેરાશ મતદાન નોંધાયું હતું, જ્યારે 2019ની લોકસભા ચૂંટણી કરતાં 4% ઓછુ મતદાન થયું હતું. સાબરકાંઠા બેઠકની 7 વિધાનસભા હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. જેમાં ભાજપ તરફથી શોભના બારૈયા અને કોંગ્રેસ તરફથી તુષાર ચૌધરી મેદાને છે. ત્યારે EVMમાં સીલ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે અને કોણ સાબરકાંઠા લોકસભા સીટના સાંસદ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

.jpg)

.png)