વ્યારા નગરના એપીએમસી માર્કેટમાં છેલ્લા ચાર દિવસથી કેરીની આવકમાં 10 ટન જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ કેરી ના ઓછા ઉતાર અને સીઝન પૂર્ણ થવાના આરે છેલ્લા ચાર દિવસથી કેરી ની આવકમાં સતત ઘટાડો થઈ રહેતા કેરીની આવક પણ ઘટી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. છતાં કેરીના ભાવ ઓછા થઈ રહ્યા છે.
એપીએમસી માર્કેટમાં આ વર્ષે ઉનાળાના પ્રારંભે જ કેરીઓ શરૂઆતમાં 45,000 કિલોથી પણ વધારે આવી રહી હતી. વ્યારા વાલોડ અને ડૉલવણ પંથકમાં આંબાવાડીઓમાંથી પુષ્કળ કેરીઓ વેચાવવા માટે આવી રહી હતી. 1200 થી લઈને 1800 રૂપિયા સુધી કેરીઓ 20 કિલોના ભાવે ખરીદ વેચાણ થઈ રહી હતી. વ્યારા એપીએમસી માંથી કેરીઓ અમદાવાદ ,દિલ્હી અને મહારાષ્ટ્ર તરફ વેચાણ માટે જઈ રહેતા વ્યારા એપીએમસી ખેડૂતો માટે ખરીદ વેચાણનો ઉત્તમ કેન્દ્ર બની ગયો હતો. જોકે છેલ્લા ચાર દિવસથી વ્યારા એપીએમસી માં કેરીના જથ્થાની આવક ધીમે ધીમે ઘટી રહી છે.
હાલ 35,000 કિલો થી અંદર કેરીઓ વેચાવવા માટે વ્યારા માર્કેટમાં આવી રહી છે જોકે હાલ ભાવો પર નહીવત અસર જોવા મળી રહી છે. તાપી જિલ્લામાં આંબાવાડીઓનું પ્રમાણ વધી રહ્યું છે જેને લઈને કેરીઓની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે પરંતુ આ વર્ષે વાતાવરણના અસરને લઈને કેરીનો પાક ગત વર્ષ કરતા અડધો જ થઈ ગયો હતો. બીજી તરફ સીઝન પણ પૂર્ણ થવા આવતા હવે કેરીઓની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ છૂટક આંબાઓ ધરાવતા ખેડૂતોની કેરીઓ પણ પૂર્ણ થતા છૂટક વેચાણ માટે આવતા ખેડૂતો બંધ થઈ ગયા છે. જે તમામની અસર કેરીના આવક પર આવતા હાલ 10 ટન જેટલી કેરીઓ ઘટી ગઈ છે.
વ્યારા માર્કેટમાં વેચાણ અર્થે આવતા વ્યારા વાલોડ વિસ્તારના સ્થાનિક બગીચાઓની કેરીઓ પૂર્ણ થઈ ગઈ છે જેથી હાલ આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજુભાઈ, વેપારી વ્યારા એપીએમસીમાં શરૂઆતમાં 45 ટનથી વધુ કેરીઓ આવતી હતી. હવે છેલ્લા ચાર પાંચ દિવસથી 33 થી 35 ટન કેરીઓ આવી રહી છે. હવે દીન પ્રતિદિન કેરીઓની આવકમાં ઘટાડો નોંધાશે રવિન્દ્રભાઈ ગામીત, ઇસ્પેક્ટર વ્યારા એપીએમસી


.png)