- ગેનીબેન આગામી તા. 13 જૂનનાં રોજ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે
- હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે
- ગેનીબેને 30 હજાર મતથી રેખાબેનને હરાવ્યા હતા
બનાસકાંઠાનાં વાવ તાલુકાનાં ધારાસભ્ય દ્વારા દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાત કર્યા બાદ તેઓ આગામી સમયમાં પોતાનાં પદ પરથી રાજીનામું આપશે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.
તાજેતરમાં જ ગુજરાત લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થવા પામ્યા હતા. જેમાં ગુજરાતની 25 સીટો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી. જ્યારે એક સીટ પર ભારે રસાકસી બાદ બનાસકાંટાની લોકસભા સીટ પર કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. ગેનીબેન ઠાકોર હાલ વાવ વિધાનસભા સીટનાં ધારાસભ્ય પદે છે. ત્યારે તાજેતરમાં જ ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવતા હવે તેઓ સાંસદ બનતા આગામી સમયમાં તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. ગેનીબેન આગામી તા. 13 જૂનનાં રોજ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે. હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે.
કોણ છે ગેનીબેન ?
ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.
બનાસકાંઠાનું દિલ જીત્યું!
લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા બાદ હવે ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી.આ બેઠક પર બંને મુખ્યપક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા જ્યારે ભાજપે શિક્ષણ સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ગુજરાતની આ એકમાત્ર બેઠક છે જ્યાં મહિલાઓ વચ્ચે લડાઈ હતી.જેમાં ગેનીબેને 30 હજાર મતથી રેખાબેનને હરાવ્યા હતા.
.jpeg)

.png)