તાપી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,ડોલવણ 3.5, વાલોડમાં 3 ઇંચ,વ્યારામાં 1 ઇંચ વરસાદ નોંધાયો

Study Material
0

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકામાં પૈકી ચેરાપુંજી ગણાતા ડોલવણ તાલુકામાં પ્રથમ વરસાદ જ 3.5 સુધી ખાબકયો હતો. જ્યારે અન્ય ચાર તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં વરસાદને લઈને રવિવારે રાત્રે ઠંડક પ્રસરી હતી.

સોમવારના સવાર સુધી પાછલા 24 કલાક દરમિયાન પાંચ તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાયો હતો.જેને લઈને ચોમાસાનું આગમન અણસાર આવી ગયો હતો. રવિવારે રાત્રે તાપી જિલ્લામાં સૌથી વધુ ડોલવણ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ, જ્યારે વાલોડમાં 3 ઇંચ થી વધુ વરસાદ , વ્યારામાં એક ઇંચ થી વધુ વરસાદ જ્યારે કુકરમુંડામાં આઠમી અને સોનગઢમાં 06 મીની વરસાદ નોંધાયો હતો.

સોમવારે સવારે 6:00 કલાક દરમિયાન ચોવીસ કલાક વરસાદ વ્યારા નગરમાં જીઈબીની પ્રિમોન્સૂનની નબળી કામગીરીનો અણસાર નગરજનોને આવી ગયો છે.સોમવારે 2 વાગ્યા સુધી નો પાવરકાપ ના મેસેજ છોડ્યા બાદ સાંજે 4:00 કલાકે વીજ પુરવઠો ચાલુ કરાયો હતો. અસહ્ય ઉકળાટ અને જીઆઇબી નાં વીજ કાપે લોકો ની મુશ્કેલીઓ વધારી હતી.

સોનગઢ 06 મીમી વ્યારા 37 મીમી વાલોડ 82 મીમી કુકરમુંડા 08 મીમી ડોલવણ 90 મીમી વરસાદ નોંધાયો હતો. નિઝર અને ઉચ્છલ કોરા રહ્યા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top