પહેલા રાઉન્ડમાં ગાંધીનગરમાં અમિત શાહ, બનાસકાંઠામાં ગેનીબેન, પાટણમાં ચંદનજી ઠાકોર, મહેસાણામાં હરી પટેલ અને સાબરકાંઠામાં તુષાર ચૌધરી આગળ

0
7 મે, 2024ને મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 25 સીટ પર મતદાન યોજાયું હતું. જેનું કુલ મતદાન 60.13% નોંધાયું હતું. જેમાં ઉત્તર ગુજરાતની પાંચેય બેઠકો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠાનું સરેરાશ 62.08 ટકા મતદાન થયું હતું. આટલું ઓછું મતદાન થવા પાછળ અસહ્ય ગરમીએ પણ ભાગ ભજવ્યો હતો. આજે આ મતદાનની ટકાવારી પાંચેય બેઠક પર ભાજપ હેટ્રિક મારશે કે કેટલી બેઠક ગુમાવશે તે તો પરિણામ જાહેર થાય ત્યાર બાદ જ જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં સતત ઉત્તર ગુજરાતની પાંચેય બેઠક પર ભગવો લહેરાયો હતો. આ વખતે ક્યાંકને ક્યાંક રાજકીય ઉથલપાથલો ભાજપને કેટલી અસર કરશે તે આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે.


પાટણ લોકસભામાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ
પાટણ લોકસભામાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યું છે. ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીને 8408 મત જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને 9009 મત મળ્યા છે. એટલે કે, ચંદનજી 601 મતથી આગળ છે.


સાબરકાંઠામાં તુષાર ચૌધરી 4109 મતથી આગળ,બનાસકાંઠા લોકસભાના પહેલા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે. પ્રથમ રાઉન્ડમાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1500 મતોથી આગળ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top