વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલનો કોંગ્રેસના અનંત પટેલ સામે ભવ્ય વિજય થયો છે. ભાજપના ધવલ પટેલે અનંત પટેલને 2.10 લાખના જંગી મતોની લીડથી હરાવ્યા છે.
વલસાડના સાંસદ ધવલ પટેલ નક્કી
વલસાડની સરાકરી ઈજનેરી કોલેજ ખાતે આજે 24 રાઉન્ડમાં મતગણતરી યોજાઇ હતી. સવારના 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટના વોટની ગણતરી બાદ EVM ખુલ્યા હતા. શરૂઆતનો માહોલ જોતા ભાજપના ધવલ પટેલ પહેલાથી જ કોંગ્રેસના અનંત પટેલથી આગળ ચાલી રહ્યાં હતા. જે બાદ સમય વિતતા જતા ભાજપના મત વધતા વધવાની શરૂઆત થતા બંને ઉમેદવારો વચ્ચે રહેલી ટૂંકી લીડ મોટુ અંતર લેવા લાગી હતી.
2.10 લાખની લીડથી અનંત પટેલ હાર્યા
જો કે, છેલ્લા રાઉન્ડના અંતે ભાજપના ધવલ પટેલને મળેલા 7,64,226 મત સામે કોંગ્રેસના અનંત પટેલને માત્ર 5,53,522 મત મળ્યા હતા. જ્યાં 2,10,704 મતની જંગી લીડથી ધવલ પટેલ વીજયી બનતા કાર્યકર્તાઓએ જીતને વધાવી લીધી અને અંતે વલસાડ લોકસભા બેઠકના સાંસદ તરીકે લોકોએ ભાજપના ધવલ પટેલને પસંદ કર્યા છે, પરંતુ હજી બેલેટ પેપરના મત ઉમેરાયા બાદ જ ફાયનલ આંકડો બહાર આવશે.
જીત પહેલા ધવલ પટેલે આપી હતી પ્રતિક્રિયા
13 માર્ચથી જ્યારથી મારુ નામ જાહેર થયું હતું, ત્યારથી અત્યાર સુધી વલસાડમાંથી મને અભૂતપૂર્વ લોકચાહના અને સમર્થન મળ્યું છે અને મને ચોક્કસપણે ખાતરી છે કે અમે આ લોકસભા જીતીશું અને નરેન્દ્ર મોદી દેશના PM બનશે. મારુ પહેલાથી સ્વપ્ન છે કે, વલસાડ લોકસભા સીટ આપણા દેશની સૌથી મોટામાં મોટી લોકસભા સીટ છે. માટે પહેલા તો દરિયાકાંઠાનો વિકાસ કરવાનો છે અને જે પણ પ્રશ્નો છે તેને પહેલા પુરા કરવાના છે. સાથે અમારા આદિવાસી વિસ્તારનો વિકાસ કરવાનો છે અને 100 દિવસમાં આ કાર્ય પુરુ કરવાનો બેઝ રાખવાનો છે.
વલસાડ બેઠક પર જાતિગત સમીકરણ તપાસીએ તો આદિવાસી સમાજની બહુમતિ ધરાવતો વિસ્તાર છે. જેમાં ઢોડિયા પટેલ સમાજની વસતિ આશરે 20.2% છે
અત્યારે રાજકારણીયોમાં લોકસભાની ચૂંટણીની અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં કેરીની સિઝન ફૂલબહારમાં ખીલી છે. ત્યારે બંન્ને સિઝનની વટથી મજા વલસાડીઓ લહી રહ્યાં છે. કારણ કે, આજે ચૂંટણી પરિણામના દિવસ છે. જેમાં પણ વલસાડ બેઠકનું પરિણામ સામે આવી ગયું છે. જેમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છ, કારણ કે, ધવલ પટેલની જીત થઈ છે. ત્યારે જાણીએ આ બેઠકની રાજકીય બાબતો.
વલસાડ બેઠકનો ઈતિહાસ
વલસાડ બેઠક સાથે વિશેષ માન્યતા જોડાયેલી છે. જે પક્ષ વલસાડ બેઠક જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ બેઠક ઉપર કોંગ્રેસ 9 વાર જીતી છે. ત્રણ વાર વલસાડ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. જનતા પાર્ટી અને જનતા દળ અનુક્રમે એક-એક વાર જીત્યા છે. 2019માં આ બેઠક ઉપર ભાજપને 61%થી વધુ મત મળ્યા હતાં.
આ બેઠક પર ક્યારે કોણ ચૂંટાયો ?
1957 - નાનુભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1962 - નાનુભાઈ પટેલ , ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1967 - નાનુભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1971 - નાનુભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1977 - નાનુભાઈ પટેલ, જનતા પાર્ટી
1980 - ઉત્તમભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1984 - ઉત્તમભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1989 - અર્જુનભાઈ પટેલ, જનતા દળ
1991 - ઉત્તમભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1996 - મણીભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
1998 - મણીભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
1999 - મણીભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટી
2004 - કિશનભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2009 - કિશનભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
2014 - કે.સી.પટેલ, ભારતીય જનતા પાર્ટી
2019 - કે.સી.પટેલ, ભારતીય જનતા પાર્ટી

.jpg)

.png)