કેન્દ્રમાં ત્રીજી વખત સરકારની રચના વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા, પરંતુ તેમના હોઠ પર ભાજપ અને એનડીએનું નામ વધુ રહ્યું. પોતાની 34 મિનિટના ભાષણમાં તેમણે 6 વખત BJP અને 8 વાર NDA (BJPના સહયોગી)નું નામ લીધું હતું.
ભાષણમાં વડાપ્રધાને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બંને રાજ્યમાં તેમના નેતૃત્વ હેઠળના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી.
હકીકતમાં 2014 અને 2019માં પોતાના દમ પર સરકાર બનાવનાર ભાજપ આ વખતે બહુમતીથી દૂર રહેલા સાથીપક્ષો પર ભરોસો કરી રહી છે. આ વખતે પાર્ટી લગભગ 240 સીટ સુધી સીમિત જણાય છે, એટલે કે બહુમતી કરતાં 30-32 બેઠક ઓછી. આવી સ્થિતિમાં ચંદ્રાબાબુની પાર્ટી ટીડીપીની 15 સીટ અને નીતિશની પાર્ટી જેડીયુની 12 સીટ સરકાર બનાવવા માટે ઘણી મહત્ત્વની છે, બાકી અન્ય પક્ષોના સહયોગથી થશે.
PMએ બંનેનાં નામ લીધા તેના દોઢ કલાક પહેલાં કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. સરકાર બનાવવા માટે ટીડીપી અને જેડીયુના સમર્થનના પ્રશ્ન પર બંનેએ ઇનકાર કર્યો નહોતો. ખડગેએ ત્યાં સુધી કહ્યું કે જો હું અહીં બધું કહીશ તો મોદીજી એલર્ટ થઈ જશે.


.png)