- ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા સતત સાતમીવાર ચૂંટાયા, 35 વર્ષથી ભાજપનો દબદબો
- ભરૂચમાં ન ચાલ્યું આમ આદમી પાર્ટીનું ઝાડું: AAPને પછાડી ભાજપે કેસરિયો લહેરાવ્યો
- મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ , 1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા હતા
ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની ચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે. અહીં બંન્ને વસાવા વચ્ચે રોમાચક રાજકીય જંગ જામી હતી. ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત જીત માટે રાજકીય મેદાનમાં ઉતાર્યા હતા. તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને મનસુખ વસાવાને ટક્કર આપવા માટે ચૂંટણ જંગમાં ઉતાર્યા હતાં.
કોણ છે મનસુખ વસાવા?
મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે. 1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા હતા. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા
કોણ છે ચૈતર વસાવા?
12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. પત્ની 2 વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યાં છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠકમાં AAP પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. 55.9 ટકા વોટ સાથે ધારાસભ્ય બન્યા હતા. ભાજપના હિતેશકુમાર વસાવા અને કોંગ્રેસના જેરમાબેન વસાવાને હરાવ્યાં હતાં. ઈન્ડિયા ગઠબંધને ભરૂચ બેઠક પર લોકસભા ટિકિટ આપી હતી.
સાતમી વખત મનસુખ વસાવાની જીત
ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની ચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે. અહીં વસાવા-વસાવા વચ્ચે રોમાચક રાજકીય જંગ જામી હતી. પરંતુ આ બેઠક પર સાંસદ તરીકે સતત સાતમી વખત મનસુખ વસાવા ચૂંટાઈ આવ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 6 લાખ 08 હજાર 157 મત મળ્યા હતા. જ્યારે ચૈતર વસાવાને 5 લાખ 22 હજાર 461 મત મળ્યા હતા. આમ મનસુખ વસાવાએ ચૈતર વસાવા સામે 85 હજાર 696 મતોથી જીત મેળવી છે.
સતત 35 વર્ષથી ભાજપનું રાજ
દેશમાં ભાજપને માત આપવા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સપા, તૃણમૂલ સહિતના રાજકીય પક્ષોએ મળીને I.N.D.I.A. ગઠબંધન બનાવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતમાં બેઠક વહેંચણીને લઈને સહમતિ સધાઈ હતી. તે અંતર્ગત આમ આદમી પાર્ટીના ખાતામાં ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક આવી હતી. જોકે. ગુજરાતની ભરૂચ બેઠક પર સતત 35 વર્ષથી ભાજપનું રાજ છે. આ બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપને જોરદાર ટક્કર આપવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે, મનસુખ વસાવાને ચૈતર વસાવા ટક્કર આપી શક્યા નથી.

.jpg)

.png)