Tapi : લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, બારડોલી લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં 60.9 ટકા મતદાન નોંધાયું

0
ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 23 બારડોલી લોકસભા બેઠક પર સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. મતદારોએ સવારમાં વધુ મતદાન કર્યું હતું. જો કે બપોર બાદ હીટવેવની અસરને કારણે ધીમે ધીમે મતદાન મથકો પર ભીડ ઘટતી જોવા મળી હતી. બારડોલી લોકસભા બેઠક પર 2180 બૂથ ઉપરથી સાંજે 5 વાગ્યા સુધીમાં 60.9 ટકા મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપની ગઢ ગણાતી બારડોલી બેઠક પર ભાજપના પ્રભુ વસાવા અને કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે સીધો જંગ જામ્યો હતો. હવે ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા, 4 જૂને પરિણામ આવશે.





5 વાગ્યા સુધીમાં 60.9 ટકા મતદાન

બારડોલી લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં 60.9 ટકા મતદાન નોંધાયું. શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન ચાલી રહ્યું છે.

  • બારડોલી વિધાનસભા : 60.32%
  • કામરેજ વિધાનસભા : 43.13%​​​​​​​
  • મહુવા વિધાનસભા : 64.23%
  • માંડવી વિધાનસભા : 70.16%​​​​​​​
  • માંગરોલ વિધાનસભા : 65.21%​​​​​​​
  • નિઝર વિધાનસભા : 75.22%​​​​​​​
  • વ્યારા વિધાનસભા : 69.35%​​​​​​​
(નોંધ : લોકસભા ચૂંટણી 2024ના સત્તાવાર આંકડા હજુ જાહેર થયા નથી. ટુક સમયમાં અપડેટ કરવામાં આવશે.)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top