આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. ત્રીજા તબક્કામાં 61 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર સરેરાશ 57 ટકા જેટલું મતદાન થયું છે. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું.
ગુજરાતની 25 લોકસભા બેઠક પર 57 ટકા સરોરાશ મતદાન
ગત લોકસભા ચૂંટણી 2019ની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન થયું છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 57 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. જેમાં સૌથી ઓછું મતદાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું છે. અમરેલીમાં 46.11%, પોરબંદરમાં 48.73%, ભાવનગરમાં 48.59%, સુરેન્દ્રનગરમાં 53.43% જામનગરમાં 52.36%, જૂનાગઢમાં 57.42% અને રાજકોટમાં 58.28% મતદાન થયું છે. જ્યારે કચ્છ બેઠક પર 48.96% મતદાન થયું છે.
(નોંધ : લોકસભા ચૂંટણી 2024ના સત્તાવાર આંકડા હજુ જાહેર થયા નથી. આ સરેરાશ ટકાવારી છે.)
|
બેઠક |
2019ની ટકાવારી |
2024ની |
|
ગાંધીનગર |
65.57 |
55.65% |
|
કચ્છ (SC) |
58.22% |
50.99% |
|
બનાસકાંઠા |
64.69% |
64.48% |
|
પાટણ |
61.98% |
54.96% |
|
અમદાવાદ પશ્ચિમ (SC) |
60.37% |
50.29% |
|
રાજકોટ |
63.15% |
58.28% |
|
પોરબંદર |
56.79% |
48.73% |
|
જામનગર |
60.70% |
52.36% |
|
આણંદ |
66.79% |
62.20% |
|
ખેડા |
60.68% |
53.83% |
|
પંચમહાલ |
61.73% |
54.70% |
|
દાહોદ (ST) |
66.18% |
54.87% |
|
ભરૂચ |
73.21% |
64.18% |
|
બારડોલી (ST) |
73.57% |
61.01% |
|
નવસારી |
66.10% |
56.09% |
|
સાબરકાંઠા |
67.24% |
61.14% |
|
અમદાવાદ પૂર્વ |
61.32% |
49.95% |
|
ભાવનગર |
58.41% |
48.59% |
|
વડોદરા |
67.86 |
60.04% |
|
છોટા ઉદેપુર |
73.44% |
64.69% |
|
વલસાડ |
75.21% |
68.12% |
|
જૂનાગઢ |
60.74% |
57.42% |
|
સુરેન્દ્રનગર |
57.85% |
53.43% |
|
મહેસાણા |
65.37% |
55.23% |
|
અમરેલી |
55.75% |
46.11% |
|
કુલ : 25 બેઠક |
64.12% |
56.61% |



.png)