બહુમતી મળી ગઈ, હવે ૪૦૦ પાર માટે જંગઃ અમિત શાહ

0

 

  • બહુમતી મળી ગઈ, હવે ૪૦૦ પાર માટે જંગઃ અમિત શાહ
  • અમિત શાહે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળના બનગાંવમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું હતું કે અત્યારસુધીમાં થયેલા મતદાનમાં ભાજપને પૂર્ણ બહુમતી પ્રાપ્ત થઈ ગઈ છે. અમિત શાહે કહ્યું હતું કે ચાર તબક્કાનું વોટિંગ સમાપ્ત થઈ ગયું છે. ૩૮૦ બેઠક પર ચૂંટણી પુરી થઈ ગઈ છે. બંગાળમાં ૧૮ બેઠક પર ચૂંટણી પતી ગઇ છે. આજે હું જણાવીને જઈ રહ્યો છું કે ૩૮૦માંથી પીએમ મોદી ૨૭૦ સીટ જીતીને પૂર્ણ બહુમત પ્રાપ્ત કરી ચુક્યા છે અને આગળની લડાઈ હતી ૪૦૦ના આંકડાને પાર કરવાની છે. તેમણે રેલીમાં આવેલા લોકોને સવાલ કર્યો હતો. કહે બંગાળના લોકો જરા જણાવો કે ૪૦૦ને પાર કરાવશો કે નહીં. જોરથી બોલો કરાવશો કે નહીં?શું બંગાળમાં ૩૦ કરતા વધારે સીટો જીતાડશો? બંગાળના મતદાતાઓને રાજ્યની ૪૨માંથી ૩૦ કરતા વધારે સીટો ભાજપ માટે સુનિશ્ચિત કરવાની અપીલ કરતા અમિત શાહે કહ્યું હતું કે મમતા દીદી તમે ત્યારે ખુશ હતા જ્યારે ઈવીએમ વોટિંગ મારફત તમે સત્તા મેળવી. મુખ્યપ્રધાન તરીકે તમે ત્રણ કાર્યકાળ પૂર્ણ કર્યા હતા, પરંતુ હવે પરાજયની આશંકાને કારણે જ તમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનો દોષ કાઢી રહ્યા છો. મમતા દીદી હવે ઈવીએમ વિશે ફરિયાદ કરી રહ્યા છે. હું જણાવી દઉ તમે જ્યારે સીએમ બન્યા ત્યારે પણ ઈવીએમ એજ હતા. આજે જ્યારે તમારી વિદાયનો સમય છે ત્યારે તમે ઇવીએમ સામે સવાલ ઉઠાવી રહ્યા છો.

મમતા દીદી ખોટું બોલી રહ્યા છે: શાહ
અમિત શાહે પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મમતા દીદી ખોટું રહ્યા છે કે સીએએ હેઠળ જે પણ નાગરિકતા માટે અરજી કરશે તેને તકલીફ થશે. મતુઆ સમાજના લોકોને હું આશ્વાસન આપવા માગું છું કે કોઇને કોઇ તકલીફ નહીં થાય. નાગરિકતા પણ મળશે અને દેશમા સન્માન સાથે જીવી પણ શકશો. દુનિયાની કોઇ તાકત મારા શરણાર્થી ભાઇ ઓને ભારતના નાગરિક બનતા નહીં અટકાવી શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top