મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રામ મંદિર, વડાપ્રધાન મોદી અને શંકરાચાર્ય અંગે ચોંકાવનારું નિવેદન આપ્યા બાદ વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અયોધ્યામાં રામ મંદિરનું શુદ્ધિકરણ કરાવીશું. તેમણે એમ પણ કહ્યું કે, ચારેય શંકરાચાર્યો રામ મંદિરને શુદ્ધ કરશે.
‘ચારેય શંકરાચાર્યો રામ મંદિરનું શુદ્ધિકરણ કરશે’
પટોલેએ દાવો કર્યો કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Temple) નિર્માણમાં પ્રોટોકૉલનું ઉલ્લંઘન કર્યું છે અને જો વિપક્ષી ગઠબંધનની સરકાર બનશે તો તેમાં ધર્મ મુજબ સુધારો કરીશું. શંકરાચાર્ય તેનો (પ્રાણ પ્રતિષ્ઠા) વિરોધ કર્યો હતો. ચારેય શંકરાચાર્યો રામ મંદિરનું શુદ્ધિકરણ કરશે. તે સ્થળે રામ દરબારની સ્થાપના કરાશે. ત્યાં ભગવાન રામની મૂર્તિ નથી,
પરંતુ રામ લલાનું બાળરૂપ છે
પરંતુ રામ લલાનું બાળરૂપ છે



.png)