- બાકી હપ્તા ચૂકવવામાં આવે અને વહેલી તકે શેરડીના ભાવ નક્કી કરી જાહેરાત કરવામાં આવે
- આ વર્ષે ખેડૂતોએ ખૂબ મોટી આશા અપેક્ષાઓ રાખી સુગર ફેક્ટરીમાં શેરડી આપવાનું ચાલુ કરેલ છે
- વ્યારા સુગર ફેક્ટરી બાકી હપ્તા ચૂકવવામાં આવે અને વહેલી તકે શેરડીના ભાવ નક્કી કરી જાહેરાત કરવામાં આવે એવી ખેડૂતો અને કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ
વ્યારા સુગર ફેક્ટરીએ આજ સુધી શેરડીના પોષણસમ ભાવ પાડયા નથી અને બાકી હપ્તા ચૂકવવામાં આવે તેમજ વહેલી તકે શેરડીના ભાવ નક્કી કરી જાહેરાત કરવામાં આવે એવી માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને સંબોધી કરવામાં આવેલ રજૂઆત અનુસાર વ્યારા સુગર ફેક્ટરી તાપી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન છે. આ વ્યારા સુગર ફેક્ટરી આ વર્ષે ચાલુ કરવામાં આવેલ છે, જે સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ સુગર ફેક્ટરી અને સુગર ફેક્ટરીના વહીવટ કર્તાઓ પર વિશ્વાસ મૂકી આ સુગર ફેક્ટરી ખેડૂતોની પોતાની ફેક્ટરી સમજીને ઘણા ખેડૂતોએ સુગર ફેક્ટરીમાં શેરડી આપવામાં આવેલ છે. ખેડૂતોને પોષણસમ અને સારા ભાવ મળે તેના માટે આ વર્ષે ખેડૂતોએ ખૂબ મોટી આશા અપેક્ષાઓ રાખી સુગર ફેક્ટરીમાં શેરડી આપવાનું ચાલુ કરેલ છે. પરંતુ, આજુબાજુનીતમામ સુગર ફેક્ટરીઓએ
શેરડીના ટન દીઠ સારા ભાવ પાડવામાં આવેલ છે. પરંતુ વ્યારા સુગર ફેક્ટરીએ આજ સુધી શેરડીના ભાવ પાડવામાં આવેલ નથી.અને કેટલો ભાવ પાડવામાં આવશે? તેની તમામ ખેડૂતો ચિંતામાં છે.ખેડૂતો ખૂબ મહેનત કરી શેરડી પકવે છે. ત્યારે ખેડૂતોને સારો ભાવ મળે તેવી માંગણી થઈ રહી છે. અને ખેડૂતોને પ્રથમ હપ્તો ૧૦૦૦ રૂપિયા અને બીજો હમો ૮૦૦ પ્રમાણે ચૂકવવામાં આવેલ છે. ત્યારે શેરડીનો પાડેલ ભાવ બીજા સુગર ફેક્ટરીઓને ધ્યાનમાં લઈ વ્યારા સુગર ફેક્ટરીમાં પણ પોષણસમ ભાવ પાડવામાં આવે એવી તાપી જિલ્લાના ખેડૂતોની પણ માંગણી છે. ત્યારે વ્યારા સુગર ફેક્ટરી બાકી હપ્તા ચૂકવવામાં આવે અને વહેલી તકે શેરડીના ભાવ નક્કી કરી જાહેરાત કરવામાં આવે એવી ખેડૂતો અને કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે.


.png)