દેશમાં નવી સરકાર રચવામાં અનુસૂચિત જાતિ- જનજાતિના મતદારોની ભૂમિકા મહત્ત્વની રહેશે

0
  • ૨૦૧૯માં SC-ST માટે અનામત ૧૩૧ લોકસભા સીટો પૈકી ૮૨ સીટો પર ભાજપનો વિજય થયો હતો
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નાં મતદારો મહત્વની ભૂમિકા નિભાવશે
  • ૨૦૧૯માં અનુસૂચિત જનજાતિ (ST) ની ૪૭ સીટો અનામત હતી જેમાં ૩૧ સીટો પર જીતીને ભાજપનો દેખાવ સારો રહ્યો હતો
લોકસભાની ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન ૧ જૂનનાં રોજ થવાનું છે અને ૪થી જૂનનાં રોજ મત ગણતરી સાથે પરિણામો જાહેર થવાનાં છે ત્યારે દેશમાં નવી સરકાર કોની હશે તેની અટકળો અને ચર્ચા ચરમસીમાએ છે. આ વખતે નવી સરકાર નક્કી કરવામાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નાં મતદારો મહત્વની ભૂમિકા નિભાવશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ બંને વર્ગનાં મતદારોનો સાથ મળ્યો હતો અને કેન્દ્રમાં ભાજપની સરકાર રચાઈ હતી. આ વખતે પણ સૌની નજર SC-STની અનામત સીટો પર કોણ અને કેટલા લોકો જીતે છે તેનાં પર છે. ૨૦૧૯માં SC-ST માટે અનામત ૧૩૧ લોકસભા સીટો પૈકી ૮૨ સીટો પર ભાજપનો વિજય થયો હતો. જો કે આ વખતે ભાજપ માટે આટલી સીટો જીતવા માટે મોટો પડકાર સર્જાયેલો છે.

STની ૪૭ અનામત સીટો પૈકી ભાજપ ૩૧ સીટ જીત્યું હતું
૨૦૧૯માં અનુસૂચિત જનજાતિ (ST) ની ૪૭ સીટો અનામત હતી જેમાં ૩૧ સીટો પર જીતીને ભાજપનો દેખાવ સારો રહ્યો હતો. કોંગ્રેસને ફક્ત ૪ સીટો જ મળી હતી. BJDને ૨ સીટ મળી હતી અને ૨ સીટો અપક્ષોએ જીતી હતી. STની સૌથી વધુ ૬ અનામત સીટ એમપીમાં છે જ્યારે ઝારખંડમાં ૫, ઓડિશામાં ૫, છત્તીસગઢમાં૪, મહારાષ્ટ્રમાં ૪ અને ગુજરાતમાં ૪ સીટો ST માટે અનામત છે. SCની આસામ ખાતેની અનામત સીટ પર ભાજપનાં હોરેન સિંગ બે ૨,૩૯,૬૨૬ મતથી જીત્યા હતા જ્યારે NCPનાં મોહમ્મદ ફૈઝલ લક્ષદ્વીપની સીટ સૌથી ઓછા ૮૨૩ મતથી જીત્યા હતા.

SCની ૮૪ અનામત સીટો પૈકી ભાજપ ૪૬ સીટ જીત્યું હતું
૨૦૧૯માં અનુસૂચિત જાતિ (SC) ની ૮૪ સીટો અનામત હતી. યુપીમાં સૌથી વધુ ૧૭. બંગાળમાં ૧૦, તામિલનાડુમાં ૭ અને બિહારમાં ૬ સીટો આ વર્ગ માટે અનામત હતી. ભાજપએ તે વખતે ૪૬ અને કોંગ્રેસે ૬ સીટો પર બીજી મારી હતી. આ સિવાય ટીએમસીને ૫, ડીએમકેને ૪ તેમજ YSRCPને ૪ સીટો મળી હતી. ૨૦૧૯માં SCનીઅનામત સીટ પર ભાજપનાં હંસરાજ હંસ સૌથી વધુ ૫,૫૩,૮૯૭ મત સાથે જીત્યા હતા જ્યારે બીજા નંબરે ભાજપનાં વિષ્ણુ દયાલ રામ ૪,૭૭,૬૦૬ મતથી પલામુની સીટ જીત્યા હતા. સૌથી ઓછા ૧૮૧ મતનાં માર્જિનથી ભાજપનાં બી પી સરોજ યુપીની મછલીશહર સીટ જીત્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top