હાલોલ-વડોદરા રોડ પર પિક અપ વાનનું ટાયર ફાટતા કેનાલમાં ખાબક્યું, 4ના મોત, 2ની હાલત ગંભીર

0
હાલોલ-વડોદરા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પીક અપ વાનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતા પીક અપ વાન પાણી ભરેલ કેનાલમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં સામે આવેલી વિગતો અનુસાર 4 લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પિક અપ વાન ડ્રાઈવર વડોદરાથી લાકડા ભરી ઝાલોદ ગયા હતા, વિલંબ ડામોર ડ્રાઈવર ગોત્રી ઈન્દિરાનગર ઝાલોદથી વડોદરા આવતા હતા. જે બાજદ અંદર પેસેન્જર બેસાડ્યા હતા.


ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો
અકસ્માત અંગે વિગતે વાત કરીએ તો, ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. આ અકસ્માક કોટંબી બસ સ્ટોપ પાસે બન્યો હતો. પીક અપ વાનમાં કુલ 12 લોકો સવાર હતા. જેમાંથી 4 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બેની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં એક બાળકી, બે બાળક અને એક યુવકનો સમાવેશ થાય છે.અકસ્માતની જાણ થતા જ ઘાયલોની મદદે આસપાસના લોકો પહોંચ્યા હતા. આઠ લોકોને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top