મતદારોનો અનેરો ઉત્સાહ, ગુજરાતમાં અહીં વડીલો વ્હીલચેરમાં તો ક્યાંક ડ્રેસ કોડમાં મતદાન કરવા પહોંચ્યા

0
લોકસભા ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ મતદારોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારી લોકસભા વિસ્તારમાં આવતા ભટારની એક સોસાયટીએ 100 ટકા મતદાનનો સંકલ્પ કર્યો હતો. સોસાયટીના લોકોએ પહેલા પોતાના વડીલોને વ્હીલચેરમાં મતદાન મથક સુધી લઈ ગયા હતા. વડીલોના મતદાન બાદ સોસાયટીના લોકોએ પણ મતદાન કર્યું હતું.


નવસારી બેઠકના ભટાર વિસ્તારની સૂર્ય પ્લાઝા સોસાયટીના રહીશોએ 100 ટકા મતદાન થાય તેઓ સંકલ્પ કર્યો હતો. આ સોસાયટીના લોકોએ પોતાની સોસાયટીમાં રહેતા વડીલોને મતદાન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૌથી પહેલા વ્હીલચેરમાં વડીલોને મતદાન કરાવવા લઈ ગયા હતા. ત્યારબાદ સોસાયટીના લોકો પોતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને સાંજ સુધીમાં સોસાયટીનું 100 ટકા મતદાન થાય તેવો દાવો કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top