અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર મતદારોને ધમકાવતા હોવાની કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાબુભાઈ પટેલે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. મણિનગરનાં બુથ નંબર 231 અને 232માં મતદારોને ધાકધમકી આપતા હોવાની ફરિયાદ થઈ છે.
કોંગ્રેસે ફરિયાદમાં લખ્યું છે કે, 08- અમદાવાદ પશ્ચિમ લોકસભા બુથ નં. 231 અને 232 કે જે મણીનગર વિસ્તારમાં આવેલ છે. મણીનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર મતદારોને ધાક-ધમકી આપીને ભાજપના ઉમેદવારને મત આપવા માટે જણાવે છે. જેની આ ફરીયાદ આપીએ છીએ.
ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાના મતદાનમાં તમામ 25 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે, આજે સવારે પ્રથમ 5 કલાકમાં મતદાનના આંકડા સામે આવ્યા છે. આજે ગુજરાત સહિત દેશભરમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. આજે ગુજરાતમાં તમામ 25 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ખાસ વાત છે કે, લોકસભાની 25 બેઠકોની સાથે સાથે વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઇ રહી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 25 લોકસભા બેઠક પર સરેરાશ 27 ટકા મતદાન થયું છે.

.jpeg)

.png)