દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં 7 મીમેનાં રોજ યોજવાનું છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમઆદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે. જેથી કેજરીવાલની જગ્યાએ તેમના પત્ની સુનીતા અગ્રવાલે ડેડીયાપાડા ખાતે રોડ શો કરી પોતાની પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાનો પ્રચાર કર્યો હતો.
સુનીતા કેજરીવાલ સાથે મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા અને લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા સહિતની મોટી જનમેદની વચ્ચે એક શક્તિ પ્રદર્શન થકી જીતનો સંકેત આપી સુનીતા કેજરીવાલે રોડ શો કર્યો હતો.


.png)